અમદાવાદ-

રાજ્ય માં સવાર થી જ મતદારો મતદાન કરી રહ્યા છે અને અનેક રાજકીય નેતાઓ મતદાન કરી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદના નારણપુરાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે પરિવાર સાથે મતદાન કરવા પહોચ્યા હતા અને પરિવાર સાથે મતદાન કર્યુ હતું.

રાજ્યમાં આજે 6 મનપાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલ માં યોજાઈ રહ્યું છે અને અમદાવાદ,વડોદરા, સુરત,રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા ઉમટી રહ્યા છે, તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નારણપુરાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા ત્યારે મતદારો માં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.