વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના ફાયર અને ઇમર્જન્સી સર્વિસીસ દ્વારા ફાયર સેફટીના મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.છેલ્લા કેટલાક દિવસોથી હાઇકોર્ટના આદેશને ધ્યાનમાં લઈને કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સરકારી ઇમારતોનો પણ સમાવેશ થાય છે. પાલિકા તંત્ર દ્વારા શહેરની તમામ બહુમાળી ઈમારતોને એમના ફાયર સેફટીના લાયસન્સ તાકીદે રીન્યુ કરાવી લેવાને માટે મોટા પ્રમાણમાં નોટિસો ફટકારવામાં આવી હતી.તેમજ આ નોટિસો બાદ નોટીસોમાં આપેલ મુદ્દતોમાં જેઓએ ફાયર સેફટી મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નહોતી.એવા તમામની સામે પગલાં લેવાને માટે કડક હાથે કામ લેવામાં આવ્યું હતું.જેને પગલે એક્શનમાં આવેલ પાલિકાની વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા બીજી ત્રણ કોમર્શિયલ બિલ્ડીગનું લાઈટ કનેકસન બંધ કરવાનું કામગીરી કરવામાં આવી હતી.ફેજ-પાંચની આ કાર્યવાહીમાં જે બિલ્ડિંગો દ્વારા ફાયરસેફ્ટીની સિસ્ટમ કાર્યરત કરવામાં આવી નહોતી એવી બિલ્ડિંગોનું લાઈટ કનેક્શન બંધ કરી મોટી કામગીરી હાથ ધરી હતી. જેમાં ઓપી રોડના રાજવી ટાવર, અલકાપુરીના પ્રીમિયર ચેમ્બર્સ અને સુરજ પ્લાઝાનો સમાવેશ થાય છે. આ તમામ બિલ્ડિંગોમાં ફાયર સેફટીની સુવિધા ઉભી ન કરાતા આખરે એના વીજ જાેડાણો કાપી નાખવામાં આવ્યા છે.