ન્યૂ દિલ્હી

શ્રીલંકા સામેની વનડે સિરીઝ બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને પાકિસ્તાન ટીમના પડકારનો સામનો કરવાનો હતો.પરંતુ ટીમના ૩ ખેલાડીઓ અને ૪ સપોર્ટ સ્ટાફ કોરોનાનો શિકાર બન્યો હતો, જેના કારણે હાલની ઇંગ્લેન્ડની ટીમ ક્વોરન્ટીન થઈ ગઈ છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા દ્વારા આ મોટા સમાચારની માહિતી એક નિવેદન બહાર પાડતી વખતે જારી કરી હતી અને પાકિસ્તાન સામે શરૂ થનારી વનડે સિરીઝ માટે નવી ટીમ પસંદ કરવાની પણ વાત કરી હતી.

આ યુવા ટીમના કેપ્ટનની પસંદગી ઈંગ્લેન્ડના સુપ્રસિદ્ધ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ દ્વારા કરવામાં આવી હતી, જે હાલમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ૧૮ ખેલાડીઓની પસંદગી કરી છે, જેમાંથી ૯ ખેલાડીઓ અનકેપ્ડ છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને પાકિસ્તાન સામેની વનડે સિરીઝ માટે રાષ્ટ્રીય ટીમની પસંદગી કરી છે. આ ટીમમાં ૧૮ ખેલાડીઓને તક આપવામાં આવી છે તેમજ ૯ ખેલાડીઓ પણ કે જેમણે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી.

ઇંગ્લેન્ડની ટીમના મેનેજિંગ ડિરેક્ટર એશ્લે જાઈલ્સે યુવા ટીમ વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ યુવા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જેવા મોટા મંચ પર પોતાનું પ્રદર્શન બતાવવાની આ એક મોટી તક છે. આ બધાની પસંદગી યુવા ખેલાડીઓની પ્રતિભા અને ઘરેલું ક્રિકેટમાં પ્રદર્શનના આધારે કરવામાં આવી છે. વનડે સિરીઝની પહેલી મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ૮ જુલાઈથી રમાશે.

પાકિસ્તાન સામેની વનડે સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ

બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક બોલ, ડેની બ્રિગ્સ, બ્રાઇડન કાર્લ્સ, જેક ક્રોલી, બેન ડકેટ, લેવિસ ગ્રેગરી, ટોમ હેલ, વિલ જેક્સ, ડેનિયલ લોરેન્સ, સાકીબ મહેમૂદ, ડેવિડ માલન, ક્રેગ ઓવરટન, મેટ પાર્કિન્સન, ડેવિડ પેન, ફિલ સોલ્ટ , જ્હોન સિમ્પસન અને જેમ્સ વિન્સ.