નવી દિલ્હી

ICC એ હાલમાં જ દશકની ટેસ્ટ ટીમનુ એલાન કર્યુ હતુ. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી  અને ઓસ્ટ્રેલીયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ ઉપરાંત ઇંગ્લેંડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને પણ જગ્યા આપવામાં આવી હતી. ICC ની ટીમોમાં પસંદ કરવામાં આવેલા તમામ ખેલાડીઓને ખાસ કેપ પણ આપવામાં આવી હતી. જોકે ટેસ્ટ ટીમની કેપ બેન સ્ટોક્સને કંઇક જચી નહોતી. તેમણે સોશિયલ મિડીયા પર પોતાના અંદાજમાં ICC ને આની નારાજગી હટકે અંદાજમાં પ્રગટ કરી હતી. જેના બાદ ICC એ તેની માફી માંગી હતી.