વડોદરા, તા.૧૬ 

મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીની મીડ સેમિસ્ટરની પરીક્ષા મંગળવારથી શરૂ થઈ છે. આજે પરીક્ષાના બીજા દિવસે ઓનલાઈન સિસ્ટમમાં સર્જાયેલી ખામીના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ દ્વારા લોગ ઈન નહીં થઈ શકતાં ભારે હોબાળો મચી ગયો હતો અને આ મુદ્‌ે વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ હેડ ઓફિસ ખાતે પહોંચી જઈને વી.સી. અને રજિસ્ટ્રાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરતાં આખરે આજની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાઈ હતી.

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ટીવાય બીકોમ, એમ.કોમ. અને બીબીએના ૭૬૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આજે પરીક્ષાના બીજા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા લોગ ઈન થઈ શક્યા ન હતા. સર્વર ડાઉન હોવાનો મેસેજ વિદ્યાર્થોઓના મોબાઈલ કે લેપટોપ સ્ક્રીન પર જાેવા મળતાં વિદ્યાર્થી સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને સવારે જ વિદ્યાર્થી સંગઠનો યુનિ.ની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા.

વિદ્યાર્થીઓ સંગઠનોના આગેવાનોએ રજિસ્ટ્રાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને પરીક્ષા રદ કરવાની માગણી કરી હતી. જાે કે, ૯૯ ટકા વિદ્યાર્થીઓ દ્વારા લોગ ઈન થઈ નહીં શકતાં આજની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાઈ હતી. હવે આ પરીક્ષા ક્યારે લેવી તેની જાહેરાત કરાશે. બીજી તરફ યુનિ.ના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, સર્વરની કનેક્ટિવિટીની સમસ્યા સર્જાઈ હતી. જેના પગલે નેટની મુશ્કેલી હોવાથી વિદ્યાર્થીઓ લોગ ઈન થઈ શક્યા ન હતા, જેના પગલે આજની પરીક્ષા રદ કરવી પડે છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે પણ પરીક્ષામાં વિદ્યાર્થીઓને લોગ ઈન ન થવાની સમસ્યાઓ સર્જાતાં હોબાળો મચી ગયો હતો. પરંતુ સત્તાધીશોએ ગઈકાલે પરીક્ષા સારી રીતે લેવાયાનો દાવો કર્યો હતો, પરંતુ આજે મોટાભાગના વિદ્યાર્થીઓ દ્વારા લોગ ઈન નહીં થઈ શકતાં હોવાની પોલ ખૂલ્લી પડી ગઈ હતી.