વડોદરા, તા.૮

વડોદરાના કારેલીબાગ કાસમ આલા કબ્રસ્તાન પાસે આવેલ રાણા પંચ ટ્રસ્ટની જમીન બુટલેગરે પચાવી પાડી હોટેલ તથા સર્વિસ સ્ટેશનનું બાંધકામ કરતા કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર દબાણો ઉભા કરતા પાલિકાના હોદ્દેદારો સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી.જાેકે, માથાભારે હોટલ ચલાવતા શખ્સે ગેસ સિલિન્ડરનો છુટો ધા કરીને અપશબ્દો બોલી ચાકુ સાથે આપધાત કરી લેવાની ચીમકી ઉચ્ચારી હતી અને ગેરકાયદે હોટલ સહિતના દબાણો તોડતા બચાવવાનો પ્રયાસ કર્યો હતો.જાેકે, હોદ્દેદારોએ નમતુ નહી જાેખીને પાલિકાની દબાણ ટીમને સ્થળ પર બોલાવી તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

 વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાસમહાલા કબ્રસ્તાન નજીક શ્રી નવીધરતી રાણા પંચ વડોદરા ટ્રસ્ટની જમીન આવેલી છે. આ જમીન ઉપર અગાઉ સ્થાનિક માથાભારે બુટલેગર હુસેન કાદર સુન્નીએ સર્વિસ સ્ટેશન બનાવી દબાણ કરતા ટ્રસ્ટની ફરિયાદના આધારે કોર્પોરેશનની ટીમે આ દબાણ દૂર કર્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ફરી હુસેનએ ઓમ શિવમ સર્વિસ સ્ટેશન , મન્નત સર્વિસ સ્ટેશન તથા મન્નત હોટલનું બાંધકામ કરી ગેરકાયદેસર દબાણ કર્યું હતું. જે સંદર્ભે ટ્રસ્ટ દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી દબાણ દૂર કરવા રજૂઆત કરી હતી.

આજે આફતાબ એ મૌસિકી સ્વ. ઉસ્તાદ ફૈયાઝખાંની જન્મ જયંતિ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેઓની બહુચરાજી રોડ પર આવેલી મજાર ઉપર સવારે ચાદર અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડે. મેયર નંદાબેન જાેષી, સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલર મનોજ પટેલ વિગેરે જાેડાયા હતા.ત્યારબાદ ,ડે. મેયર નંદાબેન જાેષી, સ્થાયી સમિતિ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાનિક કાઉન્સિલર શ્વેતા ચૌહાઅ, ભૂમિકા રાણા ગેરકાયદે દબાણો જાેવા સ્થળ પર નિરીક્ષણ હેતુ પહોંચ્યા હતા. આ દરમિયાન દબાણકર્તા બુટલેગર પાસે જમીન પર હોટલ,સર્વિસ સ્ટેશનના બાંધકામ સંદર્ભે પુરાવા માગતાં ઉશ્કેરાયેલા બુટલેગર હુસેને ગેસનો બોટલ ડે. મેયર અને ચેરમેન તરફ ફેંક્યો હતો. બુટલેગરની આ કૃતીથી સ્થળ પર ઉપસ્થિત તમામ અચંબામાં મુકાઈ ગયા હતા. બુટલેગરે કોર્પોરેશનના અધિકારીઓ તથા હોદ્દેદારો સામે અપશબ્દોનો મારો ચલાવી વાતાવરણ ડહોળવાનોનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.જાેકે, માથાભારે બુટલેગરના હુમલાના પ્રયાસ ના કારણે કોઈ નમતુ જાેખ્યા સિવાય હોદ્દેદારોએ દબાણ ટીમને બોલાવી લીધી હતી અને કોર્પોરેશને હોટેલ તથા સર્વિસ સ્ટેશનના દબાણો તથા આસપાસના માર્ગ પરના દબાણો પણ દૂર કર્યા હતા.

મેયર -કાઉન્સિલરો દ્વારા કલેકટરને રજૂઆત કરાઈ

મેંયર કેયુરભાઈ રોકડિયા જણાવ્યું હતું કે, અનેક ગુનામાં સંડોવાયેલ માથાભારે શખ્સે ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો પર હુમલો કર્યો છે. નારી સંરક્ષણ ગૃહ ખાતે પણ કબ્જાે જમાવી સમગ્ર વિસ્તારને બાનમાં લીધો છે. આ શખ્સ સામે કડક કાર્યવાહી કરવા કલેકટરને રજૂઆત કરી છે. તેમણે જરૂરી કાર્યવાહી તેમજ બે મહિનામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પણ ખાતરી આપી છે

દબાણ દૂર કરતા અટકાવવા માટે ચાકૂથી આપઘાત કરી લેવાની ચીમકી ઉચ્ચારી

ઢે. મેયર નંદાબેન જાેષી અને ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાણા સમાજ દ્વારા અવારનવાર તેઓની કાસમઆલા કબ્રસ્તાન સામે આવેલી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરીને હોટલ ચલાવવામાં આવી રહી હોવાની ફરિયાદો કરી હતી. જેના આધારે આજે આ જગ્યાની મુલાકાત લીધી હતી. રાણા સમાજની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી હોટલ ચલાવી રહેલા શખ્સ પાસે પુરાવા માંગતા તે રોષે ભરાયા હતા અને અમારી ઉપર ગેસ સિલિન્ડર છૂટ્ટો ફેંકી હુમલાનો પ્રયાસ કર્યો હતો. તે સાથે તેણે બિભત્સ અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા અને દબાણો દૂર થતા અટકાવવા બાનમાં લેવા માટે તેણે ચાકૂથી આપઘાત કરી લેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

હોટલ ચલાવનાર માથાભારે શખ્સે નારી સંરક્ષણ ગૃહની દિવાલનું કામ પણ અટકાવ્યું

ભાજપાના અગ્રણીઓએ કહ્યુ હતુ કે,બુટલેગર ખૂબ ઝનૂની છે. તેણે નજીકમાંજ બની રહેલ નારી સંરક્ષણ ગૃહની દિવલનુ બાંધકામ પણ અટકાવ્યું છે.અને કોન્ટ્રાક્ટરને કામગીરી કરતો અટકાવી દેતા દિવાલની કામગીરી થઈ શકી નથી .આ બુટલેગરના દબાણની સાથે આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પણ હવે કોર્પોરેશન દૂર કરશે. બુટલેગરની આ પ્રકારની વર્ણતુક સાંખી નહીં લેવાય.