વડોદરા : રિક્ષાચાલકો વચ્ચે અગાઉ થયેલા સામાન્ય ઝઘડાની અદાવત રાખી કરાયેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભરવાડ રિક્ષાચાલકનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લઈને આજવા રોડ વિસ્તારમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો. પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે પણ મૃતક યુવાનના સગાંસંબંધીઓ અને મિત્રોએ ઉશ્કેરાઈ જઈને હોબાળો મચાવતાં પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી. 

એક સપ્તાહ પૂર્વે રિક્ષામાં મુસાફરો બેસાડવા મુદ્દે થયેલા ઝઘડાની અદાવતમાં એક રિક્ષાચાલકે બીજા રિક્ષાચાલકના ગળામાં ચાકુથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત રિક્ષાચાલકનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે હુમલાખોર સામે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી શિવનગર સોસાયટીમાં રહેતો હાર્દિક ઉર્ફે લાલા નાજાભાઈ ભરવાડ અને આજવા રોડ બહાર કોલોનીમાં રહેતો સરફરાજ મયુદ્દીન બચારવાલા ઓટોરિક્ષા ચલાવે છે. એક અઠવાડિયા પહેલાં બંને વચ્ચે ઓટોરિક્ષામાં મુસાફરો બેસાડવા મુદ્‌ે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં તા.૬ સપ્ટેમ્બરે સવારે બંને વચ્ચે આજવા રોડ શ્રીહરિ ટાઉનશિપ પાસે ઝઘડો થયો હતો.

હાર્દિક ઉર્ફે લાલા ભરવાડ પોતાની રિક્ષા લઈને આજવા રોડ પર શ્રીહરિ ટાઉનશિપ ખાતે આવી પહોંચ્યો હતો. તે સમયે સરફરાજ બચારવાલા પણ હાજર હતો. જાેતજાેતામાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં જેમાં સરફરાજે પોતાના ખિસ્સામાંથી ચાકુ કાઢી હાર્દિક ઉર્ફે લાલાના ગળામાં મારી દીધું હતું અને સ્થળ ઉપર જ પોતાની ઓટોરિક્ષા લઈને ફરાર થઈ ગયો હતો. દરમિયાન હાર્દિક ઉર્ફે લાલા ભરવાડ ઉપર ચાકુથી હુમલો થયો હોવાની જાણ તેઓના મિત્રોને થતાં દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં આજે તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બાપોદ પોલીસ મથકમાં ઈજાગ્રસ્તના પિતા નાજાભાઈ ભરવાડે નોંધાવેલી ફરિયાદના આધારે હુમલાખોર સરફરાજ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આજે ઈજાગ્રસ્ત હાર્દિક ઉર્ફે લાલા ભરવાડનું મોત નીપજતાં પોલીસે હુમલાખોર સરફરાજ સામે હત્યાની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ પીઆઈ વી.પી.ચૌહાણ કરી રહ્યા છે.

બોકસ ઃ હેડિંગ...

હુમલામાં ગંભીર રીતે ઘવાયા બાદ સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભરવાડ યુવકનું મોત થતાં ભરવાડો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડયા હતા અને હુમલાખોરોને ઝડપી પાડી કડક સજા કર્યા બાદ જ મૃતદેહ લઈ જવાની જીદ કરી હતી. બાદમાં પોલીસે સમજાવટથી કામ લેતાં અંતે મૃતદેહને અંતિમવિધિ માટે લઈ જવાયો હતો, પરંતુ આ ઘટનાના પડઘા પડશે એમ રહીશોમાં ચર્ચાઈ રહ્યું છે.

-------------

‘’