વડોદરા : સાવલી તાલુકાના લાછણપુરા ગામે આવેલ મહી નદીમાં મિત્ર સાથે આવેલ હરણી સ્થિત જય અંબે સ્કૂલ ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો. જાે કે મિત્રને ડૂબતો જાેઇ તેનો યુવાન ગભરાઇને બહાર આવી જતા તે બચી ગયો હતો. સાવલી પોલીસે ફાયર બ્રિગેડની મદદથી મૃતકની લાશ શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

 મૂળ દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના વાગડ ગામમાં અને હાલ હરણી સ્થિત પી એન્ડ ટી કોલોનીમાં રહેતો યશવંત પારસિંગ ડામોર રવિવારની રજાના દિવસે ગરમીથી રાહત મેળવવા ફતેગંજમાં રહેતા તેના મિત્ર સ્ટીવન સિમોન ખ્રિસ્તી સાથે બાઈક ઉપર લાંછનપુરા ખાતે આવેલ મહી નદીમાં ન્હાવા આવ્યા હતા. ભારે ગરમી અને નદીના ખળખળ વહેતા પાણીમાં નવા પડેલા બંને યુવકો ભાન ભૂલ્યા હતા અને વહેતા પાણીમાં આગળ વધી રહ્યા હતા તેવામાં યશવંત ડામોર પાણીના વહેણમાં તણાવા લાગ્યો હતો અને જાેતજાેતામાં નદીના ઊંડા વહેણમાં ગુમ થઈ ગયો હતો.મિત્રને જાેત જાેતામાં પાણીમાં ગરકાવ થતા જાેઇને સ્ટીવન ખ્રિસ્તી ગભરાઇને નદીની બહાર આવી જતા તેનો બચાવ થયો હતો. બનાવના પગલે આજુબાજુના રહીશોને થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને યુવકને શોધવા પ્રયત્નો હાથ ધર્યા હતા જ્યારે સમગ્ર બનાવની જાણ પોલીસને કરતા સાવલી પોલીસે જાણવાજાેગ નોંધ કરીને મૃતકના મૃતદેહને શોધવા તજવીજ હાથ ધરી હતી. આજે વહેલી સવારે ફાયર બ્રિગેડના તરવૈયા સાથે અને બોટ સાથે જવાનોએ નદીના ઊંડાણમાં યુવકનો મૃતદેહ શોધવા પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ આ લખાય છે ત્યાં સુધી યુવક નો પત્તો મળ્યો નથી. જાણવા મળ્યા પ્રમાણે મરનાર યશવંત ડામોર ધોરણ ૧૨ માં જય અંબે સ્કૂલ હરણી ખાતે સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને તેઓ કુલ ત્રણ ભાઈ-બહેન છે જયારે મૃતકના પિતા પારસીંગ ડામોર અટલાદરા ખાતે પોસ્ટ ઓફિસમાં નોકરી કરે છે આમ લાછનપુરા મહી નદી માં વડોદરાના વધુ એક આશાસ્પદ યુવકનું મૃત્યુ થવા પામ્યું છે અત્યાર સુધી દોઢસો જેટલા યુવક-યુવતીઓ લાંછનપુર ના કુખ્યાત હાથીયાધરા માં ડૂબી ગયા છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે સાવલી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. તેમ છતાંય યુવકો ભાન ભૂલીને નદીના ઉંડાણમાં જાય છે અને પોતાનો જીવ ગુમાવે છે આ લખાય છે ત્યાં સુધી યુવકનો મૃતદેહ મળ્યો નથી સાવલી પોલીસે હાલ જાણવાજાેગ રજીસ્ટર કરીને મૃતદેહ શોધવા તજવીજ હાથ ધરી છે.