વાઘોડિયા : વાઘોડિયાના આસોજ ગામે નજીવી બાબતે બે કોમના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઇ જેમાં મારક હથિયારો અને પથ્થરમારાની ઘટના બનતા વાઘોડિયા પોલીસ સહિત ઉચ્ચ પોલીસનો કાફલો ગામમાં દોડી જઇ તોફાની તત્વોને ઝડપી પાડી ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં ગામમા અજંપાભરી શાંતી પથરાઈ છે.

 આસોજ ગામના મહેતાબ અને તેનો દિકરો ફૈઝલ પોતાપીકપ ગાડીલઈ જતા હતા ત્યારે ગામના ધર્મેશભાઈ વિક્રમસિંહ પરમાર ની મોટર સાયકલ પર સવાર પરેશ તથા અન્ય એકને પિકઅપગાડીથી અકસ્માત સર્જાતા મહતાબ અને ધર્મેશ વચ્ચે ઝઘડો થતા સામસામે ઉશ્કેરાઇ જઇ પીકપ માંથી લોખંડની ટોમી લઈ ત્રણેય જણને મારમારી ગાળાગાળી કરી બાસીત અને અન્ય ૪૦ થી ૪૫ લોકો ને બોલાવી લાવ્યા હતા. તેઓ હાથમાં મારક હથિયારો લઇ અકસ્માત વાળી જગ્યાએ આવી મહેતાબ તથા તેના દીકરા નો ઊપરાણુ લઈ ધારદાર ભાલા, તલવાર તેમજ લાકડા ની ડાંગો સાથે આવી ચઢતા સામા પક્ષે પણ ૩૫ થી ૪૦ લોકોનુ ટોળુ ઘટણા સ્થળે દોડી આવતા સામસામે મારામારી અને છુટા પથ્થરોનો હૂમલો થતા વાતાવરણ ગરમાંયુ હતું. ધર્મેશ ના જમના હાથમાં ભાલાની અણી ઘુસાડી દેતા તેનો જમણા હાથનન બાવડુ લોહિલુહાણ થતાં મામલો વધુ બીચક્યો હતો. એક જૂથ ઉશ્કેરણીજનક બૂમો પાડી પોતાની કોમના લોકોને બોલાવી એક સંપ થઈ ‘અપને વાલે સબ બહાર આવો’ કહી લોકોને ઉશ્કેલી રહ્યું હતંુ. બીજી તરફ એક જુથના લોકોએ પોતાના જુથના ઘાયલ યુવાનને ટોળા બહાર લઈજઈ પોલીસને ફોન કરતા વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચતા ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો બંન્ને જુથના આશરે ૩૫ થી ૪૦ જેટલા લોકોસામે રાયોટીંગનો ગુન્હો દાખલ કરી બંન્ને પક્ષોની સામસામેની ફરીઆદના આધારે તમામ લોકોની ધરપકડ કરી હતી. ગીરીશ કેસરી સિંહની ફરીઆદના આધારે મહેતાબ, ફૈઝલ, બાસીત નુરીયો , સદ્દામ, ખલીલ આશીક અલી , મોહમ્મદ જાવેદ, મન્નુ , શોએબ યુસુફ મકરાણી મોહમ્મદ હનીફ મુલાભાઈને આરોપી બનાવાયા હતા.ખલીલ હુસૈન આશીકઅલી મકરાણીની ફરીયાદના આધારે ધર્મેશ પરમાર, દશરથ રૂપે ભાણો , સુનીલ પરમાર, કલ્પેશ પરમાર, નિલેશ પરમાર, અનિલ પરમાર, અલ્કેશ નો છોકરો, મહેન્દ્ર પરમાર અને ગિરીશ પરમાર સામે ફરિયાદ દાખલ થઇ હતી.તમામ આરોપીઓનોે આજે કરોરોના ચેકઅપ કરતા એક આરોપી પોઝિટિવ આવ્યો છે.