વડોદરા, તા. ૨૨

કોરોનાની ત્રીજી લહેરમાં ઝડપથી વધતા જતા કોરોનાના કેસો વચ્ચે જેતલપુર બ્રિજ નજીક વરધોડામાં જાનૈયાઓ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક વગર છડેચોક ગાઈડલાઈન અને જાહેરનામાંનો ભંગ કરતા નજરે પડ્યા હતા.

કોરોના અનેે ઓમીક્રોન વાયરસના વધતા જતા સંક્રમણની વચ્ચે સોશ્યલ મીડીયા પર વાયરલ થયેલા વરધોડો મોડી રાત્રે જેતલપુર બ્રીજ પાસેથી ઓરકેસ્ટ્રા અને બેન્ડબાજા સાથે નીકડેલો જાેવા મળ્યો હતો. જેમાં જાનૈયાઓ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનું છડેચોક ભંગ કરતા જોવા મળી રહ્યા છે.સોશ્યલ મિડીયા પર વાયરલ આ વિડીયોને જાેઈને શહેરીજનોમાં સંક્રમણ વધવાના ભય સાથે તંત્ર સામે રોષ પણ જાેવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા શુક્રવારી બજાર સહિત વિવિધ બજારોમાં ભીડ અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે લગ્નગાળાની સિઝનમાં લોકો જાહેરનામાં અને ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં ન આવતા લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. લગ્ન પ્રંસગમાં માત્ર ૧૫૦ લોકોની મંજુરી હોવા છતાં લોકો લગ્નપ્રંસગોમાં બહોળી સંખ્યામાં જાેડાતા નજરે પડી રહ્યા છે.