દિલ્હી-

પેટ્રોલના વધતા ભાવ પર સરકારનો કાબૂ નથી. કારણ કે પેટ્રોલ અને ડીઝલ બંને વૈશ્વિક બજારથી રેગ્યુલેટ થાય છે. આથી સરકાર તેના ભાવ ઓછા કરી શકે તેમ નથી. પરંતુ સરકાર એક કામ જરૂર કરી શકે છે. પેટ્રોલની જગ્યાએ કોઈ એવા ઈંધણનો ઉપયોગ શરૂ કરી દે જે ખુબ સસ્તું હોય.

પેટ્રોલનો વિકલ્પ ઈથનોલ હોવાનું કહેવાઈ રહ્યું છે. સરકાર આગામી ૮-૧૦ દિવસમાં ફ્લેક્સ ફ્યૂલ એન્જિન પર મોટો ર્નિણય લેવા જઈ રહી છે. આવા એન્જિનને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે જરૂરી બનાવવામાં આવશે. ફ્લેક્સ ફ્યૂલનો અર્થ હ્લઙ્મીટૈહ્વઙ્મી હ્લેીઙ્મ, એટલે કે એવું ઈંધણ જે પેટ્રોલની જગ્યા લે અને તે છે ઈથનોલ. રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે આ વૈકલ્પિક ઈંધણની કિંમત ૬૦-૬૨ રૂપિયા પ્રતિ લીટર હશે. જ્યારે પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા કરતા પણ વધુ છે. આથી ઈથનોલના ઉપયોગથી દેશના લોકો પ્રતિ લીટર ૩૦-૩૫ રૂપિયાની બચત કરી શકશે.

એક ઈવેન્ટમાં નીતિન ગડકરીએ કહ્યું કે હું પરિવહન મંત્રી છું, હું ઈન્ડસ્ટ્રીને એક આદેશ બહાર પાડવા જઈ રહ્યો છું કે ફક્ત પેટ્રોલ એન્જિન નહીં હોય, ફ્લેક્સ ફ્યૂલ એન્જિન પણ હશે. જ્યાં લોકો માટે વિકલ્પ રહેશે કે ૧૦૦ ટકા ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરે અથવા પછી ૧૦૦ ટકા ઈથનોલનો ઉપયોગ કરી શકે. તેમણે કહ્યું કે આગામી ૮-૧૦ દિવસમાં ર્નિણય લેવાશે. અમે ફ્લેક્સ ફ્યૂલ એન્જિનને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે ફરજિયાત કરવા જઈ રહ્યા છીએ. નીતિન ગડકરીએ જણાવ્યું કે બ્રાઝિલ, કેનેડા, અને અમેરિકામાં ઓટોમોબાઈલ કંપનીઓ ફ્લેક્સ ફ્યૂલ ઈંધણનું ઉત્પાદન કરી રહ્યા છે. આ દેશોમાં ગ્રાહકોને ૧૦૦ ટકા પેટ્રોલ કે ૧૦ ટકા બાયો ઈથનોલનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. નીતિન ગડકરીએ કહ્યું કે હાલના સમયમાં પ્રતિ લીટર પેટ્રોલમાં ૮.૫ ટકા ઈથનોલ ભેળવવામાં આવે છે. જે ૨૦૧૪માં ૧થી ૧.૫ ટકા રહેતું હતું. ઈથનોલની ખરીદી પણ ૩૮ કરોડ લીટરથી વધીને ૩૨૦ કરોડ લીટર પર પહોંચી ગઈ છે.

ટ્રાન્સપોર્ટ મંત્રી ગડકરીનું કહેવું છે કે ઈથનોલ પેટ્રોલ કરતા ઘણું સારું ઈંધણ છે અને તે ઓછા ખર્ચાળ, પ્રદૂષણમુક્ત અને સ્વદેશી છે. તે ભારતીય અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપનારું પગલું છે કારણ કે આપણા દેશમાં મકાઈ, ખાંડ અને ઘઉં સરપ્લસ છે, તેમને ખાદ્યાન્નોમાં રાખવા માટે આપણી પાસે જગ્યા નથી. ખાદ્યાન્ન સરપ્લસની સમસ્યા પેદા કરી રહ્યું છે તે છતાં આપણા પાકના ટેકાના ભાવ (સ્જીઁ) આંતરરાષ્ટ્રીય કિંમતો અને ઘરેલુ બજારની કિંમતો કરતા વધુ છે, આથી સરકારે ર્નિણય લીધો છે કે ખાદ્યાન્ન અને શેરડીનો ઉપયોગ કરીને ઈથનોલનો જ્યૂસ બનાવી શકાય છે. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પ્રદૂષણમાં કાપ અને ઈમ્પોર્ટ પર ર્નિભરતા ઓછી કરવા માટે પેટ્રોલની સાથે ૨૦ ટકા ઈથનોલ બ્લેન્ડિંગને ૨૦૨૫ સુધીમાં હાંસલ કરવાનો લક્ષ્ય રખાયો છે. સરકારે ગત વર્ષ ૨૦૨૨ સુધીમાં પેટ્રોલમાં ૧૦ ટકા ઈથનોલ બ્લેન્ડિંગ અને ૨૦૩૦ સુધીમાં ૨૦ ટકા ડોપિંગ કરવાનો લક્ષ્ય રાખ્યો હતો.