મુંબઈ

ફિલ્મ અભિનેત્રી શશિકલા ઓમ પ્રકાશ સાયગલનું ૮૮ વર્ષની ઉંમરમાં નિધન થયું છે. ૪ એપ્રિલના રોજ બપોરે ૧૨ વાગે મુંબઈના કોલાબામાં તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં. મહારાષ્ટ્રીયન પરિવારમાં જન્મેલા જીરટ્ઠજરૈાટ્ઠઙ્મટ્ઠએ નાની ઉંમરથી બોલિવૂડમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ૧૦૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. પરિવાર તરફથી હજી સુધી કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. શશિકલાના પરિવારે હજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી કે એક્ટ્રેસનું મોત કયા કારણોસર થયું હતું. ૪ ઓગસ્ટ, ૧૯૩૨માં મહારાષ્ટ્રના સોલાપુરમાં જન્મેલા જીરટ્ઠજરૈાટ્ઠઙ્મટ્ઠના પિતા ખૂબ જ અમીર હતા. શશિકલાના પિતા સોલાપુરમાં કપડાંનો બિઝનેસ કરતાં હતાં. શશિકલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના પિતા તમામ કમાણી નાના ભાઈને મોકલી આપતા હતા. તેમનો નાનો ભાઇ લંડનમાં અભ્યાસ કરતો હતો. તેઓ છ ભાઈ-બહેન હતા. પિતાએ પરિવારને બદલે નાના ભાઈની જરૂરિયાતને વધુ મહત્ત્વ આપ્યું હતું.

શશિકલા નાનપણથી જ દેખાવમાં સુંદર હતાં. સોલાપુરમાં તેમના પિતા પાસે પૈસા નહોતા. તેઓ એમ વિચારીને મુંબઈ આવ્યા કે અહીંયા શશિકલાને કંઈક કામ મળી જશે. આ સમયે શશિકલાની ઉંમર ૧૧ વર્ષની હતી. મુંબઈ આવ્યા બાદ શશિકલાએ એક સ્ટૂડિયોથી બીજા સ્ટૂડિયોના ચક્કર કાપવાના શરૂ કર્યા હતા.

નૂરજહાંને શશિકલાની સુંદરતા ગમી અને તેમણે તેમના પતિ શૌકત રિઝવીને કહીને શશિકલાને એક ફિલ્મમાં કામ અપાવ્યું હતું.શશિકલાને ૧૩ વર્ષની ઉંમરમાં એટલે કે ૧૯૪૫માં ફિલ્મ ‘ઝિન્નત’ મળી હતી.