મુંબઇ

બોલીવુડ અભિનેતા સોનુ સૂદનું કોરોના વાયરસ રોગચાળા દરમિયાન સમાજ સેવાનું મિશન શરૂ કરવાનું જુદા જુદા સ્વરૂપોમાં ચાલુ છે. હવે સોનુએ દેશની સૌથી મોટી બ્લડ બેંક બનાવવાની યોજના તૈયાર કરી છે, જેનો ખુલાસો તેમણે એક વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર કર્યો હતો. આ યોજનાનો ઉદ્દેશ રક્તદાતાઓને લોહીની જરૂરિયાતવાળા લોકો સાથે જોડવાનો રહેશે.

સોનુએ જે વીડિયો શેર કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં દરરોજ 12 હજાર લોકો લોહી ન લેવાને કારણે મૃત્યુ પામે છે. તમારી વીસ મિનિટ કોઈની જિંદગી બચાવી શકે છે. કોઈની જિંદગી બચાવવા તમારે ડોક્ટર બનવાની જરૂર નથી. વીડિયોમાં રક્તદાન માટે અપીલ કરવામાં આવી છે. આ વીડિયો સાથે લખ્યું છે કે- ચાલો જીવન બચાવીએ. તમારી પોતાની બ્લડ બેંક ટૂંક સમયમાં આવી રહી છે.

એક રિપોર્ટ અનુસાર, સોનુ આના માટે સોનુ ફોર યુ નામની એક એપ લોન્ચ કરશે, જે રક્તદાતાઓને જરૂરીયાતમંદો સાથે જોડશે. આ એપ દ્વારા, જે વ્યક્તિને લોહીની જરૂર હોય છે તે રક્તદાતાનો સંપર્ક કરશે અને વિનંતી મળ્યા પછી, દાતા હોસ્પિટલમાં જઈને તરત જ રક્તદાન કરી શકશે.

સોનુએ આ વિશે જણાવ્યું હતું કે તેમણે આ એપનું પ્લાનિંગ તેમના મિત્ર જોનસન સાથે મળીને કર્યું હતું. જ્યારે પણ કોઈને લોહીની જરૂર પડે ત્યારે અમે તેમને સોશિયલ મીડિયા પર શેર કરતા હતા અને અમને ઘણા બધા જવાબો મળતા હતા. તેથી અમે વિચાર્યું કે ઐપ બનાવામાં આવે જે સમાધાન આપી શકે. બ્લડ બેંકમાં જવામાં અને જરૂરિયાત મુજબ લોહી શોધવામાં સમય લાગે છે. ખાસ કરીને, દુર્લભ બ્લડના કિસ્સામાં, વધુ સમય પસાર કરવામાં આવે છે. આ એપ્લિકેશન દ્વારા, અમે સંદેશ આપી શકશુ કે આપણી 20 મિનિટ કોઈની જીંદગી બચાવી શકે છે.

લોકડાઉન દરમિયાન, સોનુએ પ્રવાસી મજૂરોને તેમના ઘરે પરિવહન કરવાનું કામ હાથમાં લીધું હતું અને ત્યારથી તેમનું સામાજિક કાર્ય ચાલુ છે. પછાત લોકો માટે ઈ-રિક્ષાનું વિતરણ પણ તેમણે શરૂ કર્યું હતું. સાથે જે બાળકો માટે ઓનલાઇન શિક્ષણ શરુ કર્યું જે તકનીકથી દૂર છે. ફિલ્મોની વાત કરીએ તો સોનુ પૃથ્વીરાજમાં અક્ષય કુમારની સામે જોવા મળશે.