દિલ્હી-

સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય કૃષિ કાયદા (ખેડૂત બિલ -2020) વિરુદ્ધ દાખલ અરજીઓ પર કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે અને 6 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. અરજીઓમાં કૃષિ કાયદાની બંધારણીયતાને પડકારવામાં આવી છે. અદાલતે મનોહર લાલની અરજીને ટાળીને અન્ય નેતાઓની અરજીઓ પર સરકારને નોટિસ ફટકારી હતી અને એટર્ની જનરલને અન્ય તમામ ઉચ્ચ અદાલતોમાં દાખલ મુકદ્દમોની સ્થિતિની વિગતો આપવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ઘડવામાં આવેલા કૃષિ કાયદા સામે દાખલ ચાર અરજીઓની સુનાવણી કરી હતી. આ પિટિશનમાં કાયદો ગેરબંધારણીય હોવાથી રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી સીજેઆઈ એસ.એ. બોબડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી.રામસુબ્રમણ્યમની બેંચ દ્વારા કરવામાં આવી હતી. ડીએમકેના સાંસદ ત્રિચિ શિવાએ કૃષિ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે કાયદાઓને ગેરબંધારણીય અને ગેરકાયદેસર જાહેર કરવા જોઈએ.