પાદરા, તા.૧૮ 

પાદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત ૬ દિવસથી વરસતા વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બન્યો છે. પાદરામાં સતત છેલ્લા ૬ દિવસથી ક્યારેક ધીમી ધારે તો ક્યારે જોરમાં વરસતા વરસાદે હવે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે જેના કારણે ઊભો પાક નુકસાની તરફ જઈ રહ્યો હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે.

બીજી બાજુ ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે પશુધન માટે ખેતરોમાંથી ઘાસચારો બહાર લાવો પણ ખૂબ જ મુશ્કેલી નો વિષય બની ગયો છે પાદરા તાલુકાના પીંડાપા પુરાલ માસા રોડ સહિતના આજુબાજુના વિસ્તારોમાં તમામ જગ્યાઓ પર ખેતરોમાં પાણી ભરાયા છે તો બીજી બાજુ પાદરાના ઠીકરીયામઠ સહિતના આજુબાજુના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા ખેતરોમાં જોવા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતોમાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે વિગતવાર વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના સાદરા ગામ ની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગે તુવેરનો પાક કરવામાં આવે છે જે તમામ ક્ષેત્રોમાં હાલ પાણી ભરાઈ ગયા હોવાના કારણે ખેડૂતોમાં આ પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઇ રહી છેત્યારે બીજી બાજુ પાદરા- કરજણ હાઇવે પર આવેલા ઠીકરીયા મુબારક ગામ ની આજુબાજુના વિસ્તારોમાં તમામ ક્ષેત્રોમાં અલગ-અલગ પ્રકારના પાક કરવામાં આવે છે જેમાં અડદિયા મગફળી મગ ગુલાબ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ છે.