25, ઓગ્સ્ટ 2025
લંડન |
3861 |
CCTVની મદદથી પોલીસે બે શંકાસ્પદોને પકડ્યાં
ઈસ્ટ લંડનમાં આવેલી એક ભારતીય રેસ્ટોરન્ટમાં બે દિવસ પૂર્વે રાત્રે આગચંપીની ઘટના બની હતી. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરતા 15 વર્ષના એક તરૃણ અને 54 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. બંને સામે આ ઘટનાને અંજામ આપવાનો આરોપ લાગ્યો છે. આગચંપીની ઘટનામાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યાનુસાર આ ઘટના ઈલફોર્ડના વૂડફોર્ડ એવન્યૂ, ગેન્ટ્સ હિલમાં આવેલી ઈન્ડિયન અરોમા રેસ્ટોરન્ટમાં બની હતી. ઘાયલોમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષો સામેલ છે જે આગની ઘટના વખતે રેસ્ટોરન્ટમાં ડિનર કરી રહ્યા હતા. લંડન એમ્બ્યુલન્સ સર્વિસના પેરામેડિક્સે તેમને પ્રાથમિક સારવાર આપી હતી અને પછી તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા.
દાઝી ગયેલા પાંચ વ્યક્તિઓમાં એક પુરુષ અને એક મહિલાની હાલત હજુ પણ ગંભીર છે. આ ધટનામાં બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. ભારતીય સમુદાયના લોકો આ ઘટનાથી ચિંતિત અને રોષ વ્યક્ત કર્યો છે.