વડોદરા,તા.૨૬

એમ એસ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં ઐતિહાસિક સ્મારકોની ઝલક આપવા ફિટ એમએસયુ હેરિટેજ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું.આ હેરિટેજ રાઇડ એમ એસ યુનિયન પેવેલિયનથી શરુ થઇને કલાભવન ખાતે સંપન્ન થઇ હતી.જેમાં ૨૦૫ વિદ્યાર્થીઓ, માજી વિદ્યાર્થી તેમજ વોલ્યુન્ટરી દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. એમ એસ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત વર્તમાન બોનાફાઇડ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પ્રોફેસરો દ્વારા ફિટ એમએસયુ હેરિટેજ રાઇડ એમએસયુ કે ઇતિહાસ કા નજારા સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રાઇડને યુનિવર્સિટી પેવેલીયન ખાતે પોલીસ કમિશનર શમશેર સિહ દ્વારા ફલેગ ઓફ કરવામા આવી હતી.જે સમયે યુનિવર્સિટીના સત્તાધિશો પણ હાજર રહ્યા હતા.આ રાઇડ યુનિયન પેવેલીયનથી શરુ થઇને સયાજીભવન, ડી એન હોલ, સી સી મહેતા ઓડીટોરીયમ, ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી, સાયન્સ ફેકલ્ટી, આર્ટસ ફેકલ્ટી, કોમર્સ ફેકલ્ટી, કાલાઘોડા સર્કલ, પરફોર્મીંગ આર્ટસ, થઇને કલાભવન સ્થિત ટેકલોનોજી ફેકલ્ટી ખાતે સંપન્ન થઇ હતી.અને ઇન્ડિયન ફોમ્ર્યુલા ૪ રેસર મીરા ઇરડા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઇ હતી. આ રાઇડનો હેતું વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને યુનિવર્સિટી પરિસરમાં ઐતિહાસિક સ્મારકોની એક ઝલક આપવાનો છે. આ કોરોના પછી કેમ્પસમાં તમામ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને ભેગા કરવાની અને આ સવારી દ્વારા એમએસયુ બરોડાના ઐતિહાસિક પાનાની ફરી મુલાકાત સાથે તેમને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાની આ એક અદ્‌ભૂત તક ઝડપી લેવાનો હતો.