અરવલ્લી,તા.૨૦ 

મોડાસાના દેવરાજ મંદિર પાસે પાંચ બાળકો ઉભા રહીને રડે છે તેવો ફોન રાતના ૧૦ ટકોરે ચાઇલ્ડ હેલ્પલાઇન પર આવ્યો હતો. હેલ્પલાઇન ટીમે સ્થળ પર પહોંચી છોકારાઓને કંઇ પુછવાનો પ્રયાસ કરે પહેલા રડતા બસ અમારે ઘરે જવાની જ વાત કરતા રહ્યા, અને આખરે એક બાળકે કહ્યું કે મારે મારા ગામમાં જવું છે. હું અહીં મારા ભાઇ જોડે કામ કરવા આવ્યો છું. . ચાઇલ્ડ હેલ્પ લાઇન ટીમે બાળકો પાણી આપી તેમનું કાઉન્સેલીંગ કરી તેમની વિગત મેળવી હતી. જેમાં એક બાળકે કહ્યુ અહીં મારા ભાઇ હોટલમાં કામ કરે છે તેની સાથે કામ કરવા અમે પણ આવ્યા હતા. પરંતુ હોટલ માલિકે નાના બાળકોને મજૂરી રાખતા નથી તેવું કહેતા જ ત્યાંથી નીકળી ગયા હતા. હોટલમાં કામ કરતો ભાઇ પણ ત્યાં ન હતો. ચૌહાણ રાહુલ રણછોડભાઈ,ચૌહાણ કિશન રણછોડભાઈ ચૌહાણ પટ્‌ટુરી રણછોડભાઈ,વાદી વિક્રમ કાળાભાઈ,મંદિરની જોડે આવી બેસી ગયા અને ત્યાં ચાઈલ્ડ હેલ્પ લાઈન ટીમ સ્થળ પર પહોંચી સાંત્વના આપી કે તમારો ભાઇ મળી જશે તમે અહીં રોકાઇ જાવને બાળકોને રાત્રે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખ્યા હતા.આ અંગે ચાઇલ્ડ હેલ્પ લાઇનના ટીમ મેમ્બર શમીમબેને જણાવ્યું હતું કે, ત્રણ બાળકોને હિંમતનગર ચિલ્ડ્રન હોમમાં અને એક બાળકીને અમદાવાદ ગર્લ્સ ચિલ્ડ્રન હોમમાં મુકવાનો નિર્ણય કરાયો હતો. દરમિયાનમાં માલપુર રોડ ઉપર એક બાળક એકલો બેઠેલો જોયો હતો. જેને ચાર બાળકોએ ઓળખી બતાવ્યો. આ અમારો મોટોભાઇ છે. તેને પૂછતા જણાવ્યું કે રાત્રે ભીડના કારણે ત્યાંથી ભાગી ગયો હતો. તે પાંચમું બાળક મળતા બધા બાળકોના ઘરના સરનામા અને માતા-પિતાના નામ મળ્યા. તેથી બાળકોને ચિલ્ડ્રન હોમમા મુકવાને બદલે સી.ડબલ્યુ.સી. દ્ધારા પરિવારમાં પુનઃ સ્થાપન કરવાનો નિર્ણય કરાયો હતો. બાળકોને પુછતા તેઓ રાજસ્થાનથી ખાનગી વાહનમાં મોડાસા તેના ભાઇને મળવા આવ્યા હતા. તેમનો મોટોભાઇ મળી જતા વતન જવા માંગતા હતા. પરંતુ પૈસા ન હતા.જેમાં હોટલમાં કામ કરતા વાદી નરેશે કહ્યુ કે અમે રાજસ્થાનના ડુંગરપુરના સરદારનગર, સીમલવાડાના છીએ, અમારે ઘરે જવું છે પણ પૈસા નથી તેથી તમામને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા તેમના વતન મુકવા જવાની મંજૂરી આપતા પોલીસ સાથે ચાઇલ્ડ હેલ્પ લાઇનની ટીમ સીમલવાડાના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બાળકો માતા-પિતાને સુપ્રત કર્યા હતા.