વડોદરા

 દેશ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ ઓછા થતાની સાથે જ જાહેર જન જીવન ધીમે-ધીમે પાટા પર આવતુ જાય છે.ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનરે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 તથા જીપી એક્ટ કલમ-37(4) અનવ્યે હુકમ બહાર પાડ્યો છે. વડોદરા શહેરમાં તા.10 જુલાઇ-2021 સુધી રાત્રિ કરફ્યુ અમલી રહેશે.

તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપીંગ કોમ્પલેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ, સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપરિક ગતિવિધીઓ સવારે 9 થી રાત્રિના 9 સુધી શરૂ રાખી શકાશે. રેસ્ટોરન્ટ સવારે 9 થી રાત્રે 9 સુધી, બેસવાની ક્ષમતાના મહત્તમ 60 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે. રેસ્ટોરન્ટ રાત્રે 12 સુધી ટેક-અવે સુવિધા ચાલુ રાખી શકશે.

જીમ 60 ટકા ક્ષમતા અને જાહેર બાગ-બગીચાઓ રાત્રિ 9 સુધી કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધિન શરૂ રાખી શકાશે.