વલસાડ, વલસાડ જિલ્લા ના ધરમપુર કપરાડા ના અંતરિયાળ વિસ્તારો માં ગો વંશ ની સરેઆમ તસ્કરી થઈ રહી ની માહિતી વલસાડ ના ડીએસપી ડો.રાજદીપસિંહ ઝાલા ને મળી હતી.જે બાબતે તેવો વિશેષ ધ્યાન આપી તેમણે ગો વંશ ની તસ્કરી કરતા તસ્કરો ને ઝડપી પાડવા માટે આદેશ આપ્યો હતો તેમના આદેશ બાદ ૨૩ ફેબ્રુઆરી ના રોજ વહેલી સવારે કપરાડા ના માંડવા ગામ ના પાંચ રસ્તા પર ગો વંશ ની તસ્કરી કરતા તસ્કરો ને ઝડપી પાડવા વલસાડ જિલ્લા પોલીસે નાકાબંધી કરી હતી.તે સમય દરમિયાન જાેગવેલ ગામ તરફ થી એક પીકઅપ નંબર ય્ત્ન-૧૫ છ્‌-૬૮૯૦ પુરપાટ ઝડપે આવતા પોલીસે ઉભી રાખવા હાથ કર્યો હતો પરંતુ ચાલકે વાહન ને ટક્કર મારી તેની પિકપ ખડકવાળ અને લવકર ગામ તરફ પુરપાટ ઝડપે હંકારી ગયો હતો પીકપ માં પાછળ બેઠેલા આરોપીઓ એ નાકાબંધી કરી રહેલ પોલીસ જવાનો પર પથ્થર મારી જીવલેણ હુમલો કર્યો હતો એક પોલીસ જવાન ના માથા માં પથ્થર લાગતા ઇજા થઇ હતી સરકારી વાહન નો કાંચ પણ ભાગી ગયો હતો હુમલા ખોરો થી જીવ બચાવવા માટે નાના પોન્ધા પી એસ આઈ એ સ્વાબચાવ માં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી ફાયરિંગ થતા જ તસ્કરો ગેંગ પીકપ લઈ અલોપ થઈ ગઈ હતી પોલીસ શોધખોળ કરી પરંતુ મળી આવેલ નહીં તે જે સંદર્ભે કપરાડા પોલીસ મથકે કાયદા ની જાેગવાઈ હેઠળ ફરિયાદ નોંધી હતી અને આરોપીઓ ની શોધ માં હતી એસપી રાજદીપ સિંહ ઝાલા અને ડીવાય એસપી વીએમ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ડુંગરા પોલીસે શોધખોળ આરંભી હતી જે દરમિયાન પોલીસ કર્મી વિલાશ યુવરાજ ને ફરાર આરોપીઓ પીકપ લઈ ને મહારાષ્ટ્ર થી વાપી આવી રહ્યા ની ખાનગી બાતમી મળતા પોલીસે કરવડ ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી હતી