ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે એસટી નિગમ દ્વારા પણ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. એસટી વિભાગ દ્વારા દેશના સૌથી મોટા વર્કશોપ પર રોજની આઠ બસો ઈન હાઉસ જ તૈયાર થાય છે. ગુજરાતમાં પ્રથમ વખત બીએસ ૬ કેટેગરીની બસ દોડાવવાનો ર્નિણય કરાયો છે. જેમાં સરકારી બસોમાં પહેલી વખત વિવિધ પ્રકારની કેટેગરીમાં બસો દોડાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત રોજની ૮ બસો તૈયાર કરવાનો ટાર્ગેટ અપાયો છે. બસમાં ૫૨ પ્લસ ૨ એટલે ૫૪ લોકો સવારી કરી શકશે. મુસાફરોની સલામતી માટે એઆઇઓ બસ બોડીનો ઉપયોગ થયો છે. ઈન હાઉસ બસ બનાવવામાં ૬૯૫ કારીગરોને રોજી મળે છે. એક બસને તૈયાર કરવા પાછળ ૨૩થી ૨૪ લાખનો ખર્ચ થાય છે.

દેશનું સૌથી મોટું એસટી નિગમનું વર્કશોપમાં ઇન હાઉસ બસ તૈયાર કરવામાં આવે છે. કોરોનાની મહામારીના કારણે એક વર્ષ જેટલો સમય વર્કશોપ બંધ રખાયુ હતું. ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય થઈ અને સરકારની મંજૂરી બાદ નિગમ દ્વારા જ ઈન હાઉસ બસ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. એસટી નિગમને બસની બોડી પણ પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આ બસની વિશેષતા એ છે કે બીએસ ૬ કેટેગરીના આ બસ તૈયાર થઈ રહી છે. સરકારી બસ બીએસ ૬ હોય તેવી પહેલી બસ એસટી નિગમમાં તૈયાર થઈ રહી છે. જાેકે નવા વાહનો રોડ પર આવી રહ્યા છે તે બીએસ ૬ છે. પરંતુ સરકારી બસમાં પહેલી બીએસ ૬ બસ ગુજરાતમાં દોડશે. જૂન મહિનાના અંત સુધીમાં ૧૦૦૦ બસ તૈયાર કરવાનો ટાર્ગેટ પણ નિગમને આપવામાં આવ્યો છે. અહીં ઈન હાઉસમાં રોજની ૮ બસ તૈયાર કરવામાં આવે છે. જેને કારણે અનેક મજુરોને રોજી પણ મળી રહે છે. જેને કારણે વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા એસટી મજૂરોને રોજી મળી શકે તે ધ્યાનમાં રાખી ઈન હાઉસ બસ બનાવી રહી છે.