અંકલેશ્વર, અંકલેશ્વર પાસે ના નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર માંડવા ટોલ પ્લાઝા ના કર્મચારીઓ બેફામ બન્યા છે ,વાહન ચાલકો ને હેરાન કરી માર મારવા ના તેમજ દાદાગીરી કરવાના અનેક કિસ્સા બન્યા છે, ત્યારે ટેમ્પા ચાલક ને ઓવરલોડ બાબતે ચાર જેટલા કર્મચારીઓ એ માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપતા શહેર પોલીસે ટોલટેક્ષ ના ચાર કર્મચારીઓ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ વલસાડ ના ઉમરગામ ના સુજીત અરવિંદસિંહ આયશર ટેમ્પા ઉપર ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેઓ આયશર ટેમ્પો લઇ અમદાવાદ થી વાપી જઈ રહ્યા હતા, દરમ્યાન અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ પર નર્મદા બ્રિજ પાસે આવેલ માંડવા ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લગાવેલ હોવાથી તેઓ ટેમ્પો આગળ જતા ટોલટેક્ષ ના એક કર્મચારી એ ટેમ્પો ઓવરલોડ હોવાનું કહી પૈસા ની માંગણી કરતા તેઓએ ઓવરલોડ નહિ હોવાનું જણાવતા કમર્ચારી ઉશ્કેરાઇ જઈ ઢીકા પાટુ નો માર માર્યો હતો, અને અન્ય ત્રણ કર્મચારીઓ ને બોલાવી લાવી સુજીતસિંહ સાથે ઝપાઝપી કરતા તેઓ મોબાઈલ માં વિડીયો રેકોર્ડિંગ કરતા ચારેય કર્મચારીઓ એ વિડીયો રેકોર્ડિંગ ડિલેટ કરવા દબાણ કર્યું હતુ.અને વિડીયો ડિલીટ નહિ કરે તો મારી નાખવાની ધમકી આપી હતી,સુજીતસિંહે આ બાબતે અંકલેશ્વર શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે ટોલટેક્ષ ના કર્મચારી રાહુલ નરેશ સીકરવાર ,અજય યાદવ ,રણજિત શર્મા અને મોહિત શર્મા ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે માંડવા ટોલ પ્લાઝા પર ફરજ બજાવતા કમર્ચારીઓ વાહન ચાલકો ને યેનકેન પ્રકારે હેરાન કરતા હોય છે. અગાઉ પણ કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો ને માર મારવા ના બનાવો બન્યા છે ,અને પોલીસ ફરિયાદો પણ થઇ હોવા છતાં ટોલ પ્લાઝા ના કર્મચારીઓ ની દાદાગીરી એ હદ વટાવી લીધી છે ,બેફામ બનેલા કર્મચારીઓ ને માર મારવા નો છૂટો દોર મળી ગયો હોય તે રીતે વાહન ચાલકો પાસે થી પૈસા ની માંગણી કરે છે, નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર માંડવા ટોલ પ્લાઝા ના કર્મચારીઓ બેફામ બન્યા છે ,વાહન ચાલકો ને હેરાન કરી માર મારવા ના તેમજ દાદાગીરી કરવાના અનેક કિસ્સા બન્યા છે, ત્યારે ટેમ્પા ચાલક ને ઓવરલોડ બાબતે ચાર જેટલા કર્મચારીઓ એ માર મારી જાન થી મારી નાખવાની ધમકી ત્યારે તંત્ર નિર્દોષ વાહન ચાલકો ને માંડવા ટોલ પ્લાઝા પર કર્મચારી ઓ ની હેરાનગતિ બંધ કરાવે તેવી માંગણી ઉઠવા પામી છે. અંકલેશ્વર ના માંડવા ટોલટેક્ષ ના ચાર કર્મચારીઓ એ ટેમ્પા ચાલક ને માર માર્યો હતો , અને આ અંગે ભોગ બનનાર ટેમ્પા ચાલકે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય કર્મચારીઓ ની ધરપકડ કરી હતી.