મુંબઇ,તા.૩

આઈપીએલ ૨૦૨૪માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં રમી રહી છે. આ સિઝનમાં હાર્દિકની કેપ્ટનશિપમાં મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. ટીમે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પણ પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં જીતી શકી નથી. ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી હાર બાદ ફ્રેન્ચાઈઝીએ મુંબઈ ઈન્ડિયન્સના કેટલાક ખેલાડીઓને ખાસ સજા આપી હતી. જે બાદ મુંબઈના ખેલાડીઓએ આ કામ કરવું પડ્યું. જેમાં ટીમનો વિકેટકીપર બેટ્‌સમેન ઈશાન કિશન પણ સામેલ છે.ત્રીજી મેચ દરમિયાન એરપોર્ટ પર ઈશાન કિશન સહિતના ચાહકો અને કેટલાક ખેલાડીઓ સુપરમેન સૂટ પહેરેલા જાેવા મળ્યા હતા. આ ખેલાડીઓને જાેઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જે પછી ચાહકો એ પણ જાણવા માંગે છે કે ફ્રેન્ચાઇઝીએ આ ખેલાડીઓને આ વિચિત્ર સજા કેમ આપી. વાસ્તવમાં આ ચારેય ખેલાડીઓ ફ્રેન્ચાઈઝી મીટિંગમાં મોડા પહોંચ્યા હતા. મીટિંગમાં મોડા પહોંચવા બદલ, ફ્રેન્ચાઇઝીએ તેને આ સુપરમેન સૂટ પહેરીને સજા કરી. આ ખેલાડીઓના આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે પોતે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે બાદ ચાહકો આ ખેલાડીઓની ખૂબ મજા લઈ રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ ૨૦૨૪ની પ્રથમ જીતની શોધમાં છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી મુંબઈને ગુજરાત ટાઇટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. હવે મુંબઈની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સાથે ૭ એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતીને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરવા ઈચ્છશે.