અમદાવાદ-

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિતશાહ નો આજે અમદાવાદનાં પ્રવાસ નો બીજો દિવસ છે, આજે અમદાવાદમાં કોર્પોરેશન અધિકારીઓ અને નતાઓ સાથે મળીને અમિત શાહએ વૃક્ષારોપણ કર્યું હતું. અમદાવાદ કોર્પોરેશનના લક્ષ મિલિયન ટ્રી અંતર્ગત આજે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બોડકદેવ વિસ્તાર સહિત 10 સ્થળોએ આજે વૃક્ષારોપન કરી અને આ જુંબેશ ને વ્યાપક બનાવા માટેની અપીલ કરી હતી. જે ગ્રીન કવર 10 ટકા થયું છે એને હજી વધારવામાં માટે કોર્પોરેશણ એ જે અભિયાન હાથ ધર્યું છે તે પ્રશંસાને પાત્ર છે તૌક્તે વાવાઝોડા એ 5 હજાર જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હતું તે ફરી પાછા ઉગાડવા માટે કોર્પોરેશન એ બીડું ઉઠાવ્યું છે. 15 લાખ જેટલા વૃક્ષો વાવવા માટે પણ અભિયાન હાથ ધાર્યું છે તે ખૂબ જ સુંદર છે.

ત્યારે આજે તેમણે જણાવ્યુ હતું વૃક્ષારોપણ, ગઇકાલે નિશુલ્ક રસીકરણ અને 27 જૂન એટ્લે કે રવિવાર થી રેશનકાર્ડ ધારકોને અને ગરીબ લોકોને મફત અનાજ આપવામાં આવશે. ગાંધીનગર વિધાનસભા માટે અલગથી હેલ્પ લાઇન નંબર પણ આપવામાં આવ્યો છે. જેના પર સંપર્ક કરીને તેઓ માહિતી મેળવી શકશે. અમિત શાહે કહ્યું હતું કે આ 2 દિવસમાં જે પણ અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. તે અભિયાન ને તેજ કરવામાં આવે જેથી વધુ ને વધુ લોકોને આનો લાભ મળી શકે. વૃક્ષારોપણમાં તમને કહ્યું હતું કે કોરોના ની સંભવિત ત્રીજી લહેરને લઈને અત્યારથી જ તૈયારી કરી દેવામાં આવી છે, જેના લઈને પ્રધાનમંત્રીએ દ્વારા નિશુલ્ક રસીકરણ ની શરૂઆત કરવામાં આવી છે. કોરોના સામે એક અમોધ સસ્ત્ર છે રસીકરણ એટ્લે જ નિશુલ્ક કરવામાં આવ્યું છે અને આ જુંબેશને વધુ વેગવંતી બનાવવામાં આવશે.