નવી દિલ્હી, તા.૨૧ 

વેસ્ટઇન્ડીઝના ઓલરાઉન્ડર ખેલાડી કર્ક એડવર્ડએ જણાવ્યું કે, તે અને ક્રિસ ગેલ ભારતના મહાન બેટ્‌સમેન સચિન તેંદુલકર દ્વારા પોતાના સંન્યાસ પર આપવામાં આવેલી સ્પીચને સાંભલી રડવા લાગ્યા હતા. સચિને ૨૦૧૩માં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટઇન્ડીઝ સાથે પોતાના કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી અને ક્રિકેટને અલવિદા કÌšં હતું.

આ મેચના અંતમાં સચિને સ્પીચ આપી હતી. એડવડર્સે ક્રિકેટર સાથે ઇન્સ્ટાગ્રામ વીડિયોચેટમાં કÌšં,’૨૦૦મી ટેસ્ટ મેચ માટે હું ત્યાં હતો. મારા માટે પણ તે ખુબ જ ભાવુક ક્ષણ હતી.’ તેમણે કÌšં,’મેં મારા ચશ્મા પહેરેલા હતા. હું ગેલની પાસે હતો. અમે બંન્ને રડી રહ્યા હતા. અમે પ્રયત્ન કર્યો હતો કે અમે રડીશુ નહી. તે ખુબ જ ભાવુક ક્ષણ હતી. એ વાતને જાણવા છતા કે તમે આ સંન્યાસને ફરી જાઇ નહી શકો. . એડવરડર્સ તે ટીમનો ભાગ હતો પરંતુ તેણે એક પણ મેચ રમી ન હતી. તેણે કÌšં કે, તે સચિનના સંપર્કમાં રહ્યો અને સચિને મુશ્કેલ સમયમાં તેની મદદ કરી હતી. તેણે કÌšં,’હું ઇગ્નેન્ડમાં જ્યારે મુશ્કેલ સમયથી પસાર થઇ રહ્યો હતો. તેમણે મને સમજાયુ કે મહાનથી મહાન ખેલાડી એક ખરાબ સમયથી પસાર થાય છે. આ કોઇ મોટી સમસ્યા નથી. માત્ર રમતા રહો.