વડોદરા : શહેરના નવાયાર્ડ પંડ્યા બ્રીજ પાસે સમરસ હોસ્પિટલમાં ગત મહીને ઓક્સિજને ટેન્કમાં લિકેજની ઘટના પછી આજે અટલાદરા કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન ટેન્કમાં લીકેજ થતાં દોડધામ મચી ગઇ હતી. ઓક્સિજન ટેન્કમાં લીકેજનો અવાજ પ્રચંડ આવતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો.અને આ બનાવને પગલે તંત્ર પણ પહોંચી ગયું હતું. અને ફાયર વડીવાડી ફાયર સ્ટેશનને જાણ કરતા જ જવાનો દોડી જઇને પ્રેસર વાલ્વ બંધ કરીને લિકેજ બંધ કરતા તમામે હાશકારો અનુભવ્યો હતો.

શહેરમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દર્દીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતા ઓક્સિજનની જરુરિયાતવાળા દર્દીઓને ઓક્સિજન પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે તંત્ર દ્વારા અટલાદરા ખાતે કોવિડ કેર સેન્ટર શરુ કરીને ઓક્સિજન ટેન્ક લગાવી હતી.પણ હવે કોરોનાની બીજી લહેર શાંત થતા દર્દીઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.તેવા સમયે શહેરના અટલાદરા કોવિડ સેન્ટરમાં આજે ઓક્સિજન ટેન્કમાં લીકેજ થતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. પ્રચંડ સુસવાટા સાથે ગેસ લિકેજ થવાથી લોકોમાં ભયનો માહોલ જાેવા મળતો હતો.આ બનાવ બાબતે તંત્રને જાણ કરાતા જ તંત્ર પણ દોડતું થયુ હતું.આ બાબતે ફાયર બ્રિગડને જાણ કરાતા જ વડીવાડી ફાયર સ્ટેશનથી ફાયર ફાઇટરો દોડી ગયા હતા.ટેન્કમાં ઓક્સિજનનું પ્રેસર વધુ હોવાથી ગેસ લિકેજ થયું હોવાનુ જાણવા મળતા વાલ્વ રીપેર કરીને ગેસ લિકેજ બંધ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.આ અગાઉ શહેરના પંડયા બ્રીજ પાસે આવેલ સમરસ કોવિડ હોસ્પિલમાં પણ ગત મહીને ઓક્સિજન લાઇનમાં લીકેજ થતાં દોડધામ મચી ગઇ હતી.

 જાેકે, ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને ઓક્સિજન એન્જિનિયર સહિતની ટીમે તાબડતોબ સ્થળ પર પહોંચીને લીકેજ અટકાવ્યું હતું. જાેકે, ઓક્સિજન લાઇન લીકેજ થતાં કોરોનાના ૫ દર્દીને બીજા વોર્ડમાં શિફ્ટ કરવા પડ્યા હતા અને મોટી દુર્ઘટના થતાં ટળી ગઇ હતી.આ પહેલા વડોદરાના સયાજી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરેલા ન્યુ સર્જીકલ વોર્ડમાં જતી ઓક્સિજનની પાઇપમાં અચાનક લીકેજ થતા દોડધામ મચી હતી. આ બનાવની જાણ થતાં હોસ્પિટલમાં સ્ટેન્ડબાય ફાયર બ્રિગેડના લાશ્કરો અને હોસ્પિટલ સ્ટાફ દોડી આવતી કામગીરી હાથ ધરતા વોર્ડમાં દાખલ ૨૫૦ દર્દીઓના માથેથી ઘાત ટળી હતી. ઓક્સિજન લાઈન ચાલુ રાખી સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને લીકેજનું તાબડતોબ રિપેરિંગ કરી દેવાતા મોટી દુર્ઘટના નિવારી શકાઇ હતી.