નવી દિલ્હી  

ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ભારતીય ટીમમાં મતભેદ હોવાનો આરોપ લગાવતાં મેનેજમેન્ટ પર અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. તેમણે કહ્યું હતું કે ટીમમાં ખેલાડીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. વિરાટ કોહલીને પેટરનિટી લીવની પરવાનગી મળી છે. એ જ સમયે ટી. નટરાજન IPL દરમિયાન પિતા બન્યો હતો, પરંતુ તે હજી સુધી તેની પુત્રીને જોઈ શક્યો નથી.

ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ટીમ 4 ટેસ્ટની શ્રેણીમાં પ્રથમ મેચ હારી ગઈ છે. આ પછી કોહલી પેટરનિટી લીવ પર ગયો છે. જાન્યુઆરીમાં તે પિતા બનવા જઈ રહ્યો છે. અજિંક્ય રહાણે તેની ગેરહાજરીમાં ટીમની કપ્તાની કરશે.

ગાવસ્કરે સ્પોર્ટ્સ સ્ટાર માટેની કોલમમાં લખ્યું છે કે "રવિચંદ્રન અશ્વિન ફક્ત તેની ક્ષમતાને કારણે લાંબા સમયથી રમી રહ્યો છે." .કોઈપણ ટીમ એવા બોલરને બાકાત રાખવા માગશે નહીં કે જેના નામે 350થી વધુ વિકેટ હોય. તેણે 4 ટેસ્ટ સદી પણ ફટકારી છે.

જોકે અશ્વિન સાથે આવું થાય છે. જો તે એક મેચમાં નિષ્ફળ જાય તો તેને નકારી કાઢવામાં આવે છે, જ્યારે બેટસમેનને ઘણી તક મળે છે. અહીં દરેક ખેલાડી માટે નિયમો અલગ છે."

ગાવસ્કરે કહ્યું, "બીજો બોલર છે, જેના માટે જુદા નિયમો બનાવવામાં આવ્યા છે." તે ટી.નટરાજન છે. તે ટીમમાં નવો હોવાથી તે કઈ બોલી શકતો નથી.ડાબા હાથના યોર્કર નિષ્ણાતે T-20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યાએ તેને મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી પણ આપી હતી.

IPL પ્લેઓફ દરમિયાન નટરાજન પિતા બન્યો હતો, પરંતુ તેને સીધા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર લઈ જવામાં આવ્યો હતો."

ગાવસ્કરે કહ્યું હતું, "અહીં તેને લિમિટેડ ઓવર્સની સિરીઝ માટે પસંદ કરાયો હતો. એમાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું. એ પછી તેને ટેસ્ટ સિરીઝ માટે પણ લેવામાં આવ્યો હતો. એ પણ ખેલાડી નહિ, પરંતુ નેટ બોલર તરીકે.

જ્યારે તેણે પહેલા જ ઘરે પરત ફરીને દીકરીને જોવાની જરૂર હતી. કોહલી કેપ્ટન છે, તેથી પ્રથમ ટેસ્ટ હારીને ઘરે પરત ફર્યો. આ ઇન્ડિયન ક્રિકેટ છે. ખેલાડીઓ પ્રમાણે નિયમ બદલાઈ જાય છે."

IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની એક મેચ દરમિયાન ગાવસ્કરે કપ્તાન કોહલી પર તેની પત્ની અનુષ્કાને લઈને એક વિવાદાસ્પદ કમેન્ટ કરી હતી. એ પછી સોશિયલ મીડિયા યુઝર્સે ગાવસ્કરને ટ્રોલ કર્યો હતો.