વડોદરા-

વડોદરામાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના ચેરમેન વચ્ચે ચાલતા શાબ્દિક યુદ્ધનો અંત આવ્યો છે, બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર મુદ્દે ધારાસભ્ય કેતન ઈનામદારના આક્ષેપો અને ડેરીના ચેરમેન દિનુ મામા વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપો બાદ ભાજપના નેતાઓએ તેમની વચ્ચે સમાધાન કરાવ્યું છે. ઈનામદાર અને ડેરીના ચેરમેન વચ્ચે સમાધાન થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ સાવલી ભાજપના MLA કેતન ઇનામદારે બરોડા ડેરમાં ચાલતા વહીવટને લઈ મોટા આરોપ લગાવ્યા હતા અને સહકાર મંત્રી ઇશ્વર પટેલને સ્ફોટક પત્ર લખી ડેરીમાં ભ્રષ્ટાચારનો ચાલતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો તો બીજી તરફ ડેરીના ચેરમેન દીનું પટેલેએ પણ કહ્યું હતું કે MLA કેતન ઇનામદાર મારા સાહેબ કે અધિકારી નથી અને ઇનામદાર બોલે એટલે ભગવાન બોલે એવુ નથી, પણ જો ઇનામદારને સહકારી વિભાગનું નોલેજ હોય તો વિભાગ ઓડિટ કરે એમ કહીને દિનુ પટેલે પણ ઈનામદાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. પરતું હવે બંને વચ્ચે સમાધાન થયું હોવાનું મનાઈ રહ્યું છે. MLA કેતન ઈનામદાર કહ્યું કે દિનુ પટેલેએ 13 પ્રશ્નોનો ઉકેલ લાવવાની અને સાથે પશુપાલકોનું હિત જાળવવાની ખાતરી આપી છે, જ્યારે દિનુ પટેલે જણાવ્યું છે કે લોકશાહી ઢબે પશુપાલકો પ્રશ્ન કરે તો જવાબ આપવા બંધાયા છીએ,તેમજ ડેરીનું 12 કરોડનું ટર્નઓવર છે તો કામ કરે એની ભૂલ થાય ત્યારે કેતનભાઇને ગેરસમજ દૂર થઈ છે. દિનુ મામાએ કેતનભાઇની લાગણી અને માગણી સંતોષાશે તેવું જણાવ્યું હતું, તેમજ ડેરી 2 લાખ દૂધ ઉત્પાદકોને સારો ભાવ આપે છે અને મારા ખુલાસાથી પાર્ટીના આગેવાનો સંતુષ્ટ હોવાનું દિનુ પટેલે જણાવ્યું છે.