વડોદરા,તા.૩૦

ધનોરા કોયલી રોડ પર આવેલ કેનાલ પાસે છેલ્લા બેવર્ષથી ધમધમી રહેલા ડામર પ્લાન્ટમાં સંચાલક દ્વારા કાળબા ડીબાંગ ધોમાડા સાથે કાર્બનનું ખોટી માત્રામાં પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યુ છે. જેના પરીણામે ધુમાડાના કાર્બનથી ગામડાના રહીશોના શ્વાસો શ્વાસ રૂધાંય રહ્યા છે. અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. એટલુ જ નહીં ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને પણ નુકસાન થઈ રહ્યુ છે. જેથી ગામડાના સ્થાનિક રહીશોમાં ડામર પ્લાન્ટના સંચાલક સામે ભારે રોષની લાગણી વ્યાપી છે. અને આ સંદર્ભે પર્યાવરણ બચાવો જળ બચાવો સમિતીમાં પ્રમુખ દિપક બરપુરાની આગેવાનીમાં ગુજરાત પોલ્યુશ બોર્ડ તથા જીલ્લા કલેકટરને આવેદન આપી ડામર પ્લાન્ટ બંધ કરાવવાની માંગ કરી રજૂઆત કરી છે. ધનોરા કોયલી રોડ પર કેનાલ પાસે સંતોષ જાધવ ગોપાલ દુબે નામની વ્યક્તિ ડામર પ્લાન્ટ ધરાવે છે. અને પ્લાન્ટમાં ડામર બનાવવામાં આવે છે. જેમાં કારણે આસપાસેના ગામોમાં ડામરનો કાળો ધુમારો કાર્બનનું ખોટી માત્રામાં પ્રદુષણ ફેલાવે છે. એટલુ જ નહીં આ ડામર પ્લાન્ટના ધુમડાના ચમીનીની યોગ્યા ઉંચાઈ ન હોવાથી ધુમાડા સાથેનું કાર્બનનું પ્રદુષણ ગામડાઓમાં ફેલાતાં લોકોમાં શ્વાસ લેવાની તકલીફ પડી રહી છે. આ સમસ્યા મામલે ગુજરાત પોલ્યુશન બોર્ડમાં રજૂઆત કરવામાં આવતાં પોલ્યુશન બોર્ડ ડામર પ્લાન્ટના સંચાલકને નોટીસ ફટકારી હોવાનું પર્યાવરણ બચાવો સમિતીના પ્રમુખ દીપક વીરપુરાએ જણાવ્યુ છે.