ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના લોકડાઉન અનલોક થયા બાદ વેપાર-ધંધા તથા આર્થિક પ્રવૃતિ ઝડપથી સામાન્ય થવા લાગી હોય તેમ જીએસટીની આવકમાં વૃધ્ધિ થવા લાગી છે. એપ્રિલ-મેમાં અનુક્રમે 82 તથા 41 ટકાનો ઘટાડો નોંધાયા બાદ જુનની ટેક્સ કલેકશન વધવા લાગ્યું છે. જુન-2022ની જીએસટી વસુલાત આગલા વર્ષની સરખામણીએ માંડ પાંચ ટકા ઓછી હતી.

જુલાઈ 2020માં 2379 કરોડ હતી તે જુલાઈ 2019ની 3100 કરોડની વસુલાત કરતાં 23 ટકા ઓછી હતી. ગુજરાતના જીએસટી કમિશનર જે.પી. ગુપ્તાએ કહ્યું કે કોરોના વાઈરસનાં લોકડાઉનને કારણે બે મહિનામાં ટેક્સ વસુલાતમાં ઘટાડો થયો હતો. વેપાર ધંધા બંધ હોવાથી કરદાતાઓને વેરો ભરવામાં રાહત પણ આપવામાં આવી હતી. હવે પરિસ્થિતિ ઝડપથી સુધરી રહી છે. આવતા મહિનામાં તહેવારના હશે એટલે અર્થતંત્ર વધુ સુધરવાનો આશાવાદ છે.

જુલાઈમાં તે ફરી ઘટીને આગલા વર્ષ કરતાં 23 ટકા ઓછી થઇ છે. રાજ્યના જીએસટી વિભાગનાસુત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વેપાર-ધંધા વેગ પકડવા લાગ્યા છે. ઉપરાંત તંત્ર દ્વારા જીએસટી ચોરી પકડવાની કાર્યવાહી પણ શરુ કરી દીધી છે. ગુજરાતમાં એપ્રિલ 2019માં જીએસટી વસુલાત 2882 કરોડ તથા મે માસમાં 2510 કરોડ હતી. એપ્રિલ 2020માં લોકડાઉનને કારણે માત્ર 506 કરોડ થઇ હતી. મે મહિનામાં 1490 કરોડ હતી.જુન મહિનામાં 2424 કરોડ પહોંચી ગઇ હતી. જુન 1019માં 2553 કરોડ માત્ર પાંચ ટકા ઓછી હતી.