વડોદરા, તા.૨૯

 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગયા અઠવાડીએ બહાર પાડવામાં આવેલા રૂા. ૧૦૦ કરોડના બોનનું આવતી કાલે સવારે બોમ્બે સ્ટોક એકસચેન્જ ખાતે મુખ્યમંત્રીના હસ્તે બેલ વગાડીને લિસ્ટીંગ થશે.આ કાર્યક્રમમાં મેયર મ્યુનિ. કમિશ્નર સહિત પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. કેન્દ્ર સરકારની અમૃત યોજના હેઠળ વડોદરા કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલા ૧૪ મુળભુત સુવિધાના પ્રોજેકટના હિસ્સોઆપવા રૂા. ૧૦૦ કરોડના બોન્ડનું તા. ૨૪મીએ બિડીંગ થયું હતું. જેમાં ૩૬ બિડરોએ ભાગ લીધો હતોે. અને ૧૦૦ કરોડની સામે રૂા. ૧૦૦૭ કરોડ ભરાયા હતા. કોર્પોરેશનના આ બોન્ડ પર વાર્ષિક રૂા. ૭.૧૫ ૮કા વ્યાજ ચુકવવામાં આવશે. ગતરોજ બોનની ફાળવણી થયા બાદ આવતીકાલે સવારે ૯ઃ૧૫ કલાકે મુંબઈ ખાતે બોમ્બે સ્ટોક એકસચેન્જના કન્વેન્શન સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે બેલ વગાડીને બોન્ડનું લિસ્ટીંગ થશે. આ કાર્યક્રમમાં મેયર કેયુર રોકડીયા, મ્યુનિ.કમિશ્નર શાલિની અગ્રવાલ રાજયના ચીફ સેક્રેટરી અમૃત યોજનાના મિશન ડાયેકટર ડે. મેયર સ્થાયી સમિતીના ચેરમેન સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનિય છે કે વડોદરા કોર્પોરેશનને રૂા. ૧૦૦ કરોડ બોન બહાર પાડવામાં સફળતા મળતા કેન્દ્ર સરકાર દ્વારા રૂા. ૧૩ કરોડનું ઈન્સેટીવ કોર્પોરેશનને ચુકવાશે.