અમદાવાદ-

ભુજ મતવિસ્તારના ધારાસભ્ય શ્રીમતી ડો.નિમાબેન આચાર્યનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.રેપીડ ટેસ્ટમાં તેમનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જીલ્લા વિકાસ અધીકારીએ જણાવ્યુ હતું. ડો.નીમાબેન આચાર્યએ 15મી ઓગષ્ટના ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપી હતી.

પોરબંદરના સાંસદ રમેશ ધડૂકના પુત્ર નૈમિષ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જન્માષ્ટમીના દિવસે પોરબંદર ખાતેના સાંસદના બંગલે જન્માષ્ટમી પર્વનું આયોજન થયુ હતુ. જેમાં તેઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં હતા.અને તે કાર્યક્રમ બાદ સાંસદના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકાર ગીતા રબારી સહિતના કલાકારો ઉપસ્થિતિ રહ્યા હતા.