કોનાક્રી-

ગિનીના કોનાક્રીમાં રાષ્ટ્રપતિ ભવન પાસે ભારે ગોળીબાર થયો હતો. આ ગોળીબાર એવા સમયે સામે આવ્યો છે જ્યારે ગિની દેશની સત્તા સૈન્યએ પોતાના હાથમાં લઇ લીધી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જ્યારે આ ગોળીબાર થયો ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં વર્તમાન રાષ્ટ્રપતિ અલ્ફા કોંડે હાજર હતા કે નહીં તેના અહેવાલો સામે નથી આવ્યા. જાેકે સરકારી અધિકારીનું કહેવુ છે કે આ ગોળીબારમાં રાષ્ટ્રપતિ નથી ઘવાયા અને તેઓ સુરક્ષિત છે. જાેકે મોટા ભાગના સરકારી આવાસ અને રાષ્ટ્રપતિ ભવનને જાેડતો એક માત્ર પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ગિની સરકાર હાલ ભારે સંકટમાં આવી ગઇ છે. રિપોર્ટ અનુસાર સૈન્યએ મ્યાંમારની જેમ સત્તા પોતાના હાથમા લઇ લીધી છે. આ ગોળીબારમાં ત્રણ જવાનો માર્યા ગયા હોવાના અહેવાલો છે. જાેકે તે અંગે કોઇ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. હાલ ગિની દેશની રાજધાનીમાં મોટી સંખ્યામાં સૈન્ય જવાનો જાેવા મળી રહ્યા છે. બીજી તરફ દેશની સરહદો સીલ કરી દેવામાં આવી છે અને સરકારનો ભંગ કરી દેવામાં આવ્યો હોવાની જાહેરાત સૈન્ય દ્વારા ટીવી પર કરવામાં આવી છે. પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીની સરકાર ભંગ કરી દેવામાં આવી છે સાથે જ દેશની સરહદોને સીલ કરી દેવામાં આવી છે. આ જાહેરાત ગિની સૈન્ય દ્વારા સરકારી ટીવી પર કબજાે કર્યા બાદ કરવામાં આવી હતી. હાલ નાનકડા દેશ ગિનીની સત્તાને લઇને સૈન્ય તેમજ સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. બીજી તરફ ગિનીની રાજધાની કોનાક્રીમાં ભારે ગોળીબાર થયો હતો.