અમદાવાદ-

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે સમય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી નહિવત છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં સુરત , વલસાડ, ડાંગ જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે, ત્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા , અરવલ્લી, પાટણ , મહીસાગરમાં વરસાદની આગાહી છે. ચોમાસા એ ગુજરાતમાં દસ્તક દીધી છે. ત્યારે ગુજરાતમાં વાતાવરણ પણ વરસાદી બન્યું છે. હાલમાં વરસાદની સાથે સાથે 5 દિવસ થન્ડર સ્ટ્રોમ ની એક્ટિવિટી રહેશે. જેમાં 35થી 40 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે. રાત્રિના સમયમાં પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુ બની રહે છે. જોકે કચ્છમાં વરસાદની શક્યતા હાલમાં નહિવત છે.