હળવદ-

પાસે આવેલ નાના રણમાં કેનાલના પાણી આસપાસના મીઠાના અગરમાં ફરી વળ્યા હોય જેથી વ્યાપક નુકશાન થવા પામ્યું છે અને કેનાલના પાણી અવારનવાર ઘુસી આવતા નુકશાની સહન કરવી પડતી હોય જેથી અગરિયાઓમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે .

બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં આવેલ નાના રણમાં કેનાલના પાણી ઘુસી આવ્યા હોય અને ૧૫ થી વધુ મીઠાના અગરમાં પાણી ફરી વળતા નુકશાની થવા પામી છે જે અંગે અગરિયાઓ પાસેથી મળતી માહિતી મુજબ કેનાલમાંથી પાણી છોડવામાં આવતું હોય છે જોકે બાદમાં જરૂરત મુજબનું પાણી છોડ્યા બાદ પણ બંધ કરાતું ના હોય અને વધારાનું પાણી મીઠાના અગરિયાઓમાં ફરી વળતા હોય છે. આ પ્રથમ વખત નથી જયારે કેનાલના પાણી અગરિયાઓમાં ઘુસી જઈને નુકશાન કર્યું હોય અગાઉ પણ અનેક વખત મીઠાના અગરને કેનાલના પાણીથી નુકશાન થયું છે છતાં તંત્ર કોઈ પગલા ભરતું નથી અને મીઠાના અગરિયાઓને તંત્રના પાપે નુકશાની વેઠવાનો વારો આવતો હોય છે જેથી ભારોભાર રોષ જોવા મળે છે