વડોદરા,તા.૧૨  

વડોદરા મહાનગર પાલિકા દ્વારા સ્થાયી સમિતિ રૂમ ખાતે મેયર ડૉ. જિગીષાબેન શેઠના હસ્તે અંદાજે પચ્ચીસ કરોડ રૂપિયાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમુહૂર્ત, ઇ-શુભારંભ અને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રૂ. ૬.૧૯ કરોડના ખર્ચે નાલંદા ટાંકી ખાતે નવીન બનાવવામાં આવનાર ભૂર્ગભ સંપ, પંપ રૂમ, ટ્રાન્સફોર્મર રૂમ, એચ.એસ. ફીડર લાઇનનું નેટવર્ક, ઇલે-મીકે પંપીંગ મશીનરી અને ઇન્સ્ટુમેન્ટેશન સહિતની કામગીરીનું ખાતમુહૂર્ત, રૂ.બે કરોડના ખર્ચે તાંદલજા ટાંકી ખાતે નવીન બનાવવામાં આવનાર સંપ, રૂ. ૧.૭૩ કરોડના ખર્ચે હરિનગર ટાંકી ખાતે નવીન બનાવવામાં આવનાર સંપ, રૂ. ૧.૬૬ કરોડના ખર્ચે પાણીગેટ ટાંકી ખાતે નવીન બનાવવામાં આવનાર સંપ, રૂ. ૦.૭૬ કરોડના ખર્ચે નોર્થ હરણી ટાંકી ખાતે નવીન બનાવવામાં આવનાર સંપનું ખાતમુહૂર્ત, રૂ. ૨.૭૪ કરોડના ખર્ચે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત એબીડી વિસ્તારમાં બી.પી.સી રોડ પર નવીન ૪૦૦ મી.મી ડાયાની લાઇનનું નેટવર્ક તૈયાર કરવાની કામગીરીનો શુભારંભ, રૂ. ૨.૫૪ કરોડના ખર્ચે ન્યુ સમા ટાંકીથી દુમાડ સુધીના આઉટ ગ્રોથ વિસ્તારમાં નવીન ડીઆઇ ડિલીવરી લાઇનનું નેટવર્ક તૈયાર કરવાની કામગીરીનો શુભારંભ,રૂ. ૦.૭૮ કરોડના ખર્ચે જૂના પાદરા રોડ પ્રેશર સુધારણા માટે રાજવી ટાવરથી અક્ષર ચોક સુધી ૪૦૦ મી.મી ડાયાની લાઇનનું નેટવર્ક તૈયાર કરવાની કામગીરીનો તૈયાર કરવાની કામગીરીનો શુભારંભ, રૂ. ૦.૪૧ કરોડના ખર્ચે શહેરના નાગરિકોને ટ્રેક પર સાયકલીંગ કરવાનો લાભ મળે તે હેતુથી વડસર ટ્રી મ્યુઝીયમ ખાતે તૈયાર થયેલ નવીન સાયકલનો ટ્રેકનો શુભારંભ તથા રૂ. ૦.૪૦ કરોડના ખર્ચે ટી.પી.-૧ ફા. પ્લોટ ૧૦૬, ભાયલી ખાતે નવીન તૈયાર થયેલ નવીન બગીચાનું લોકાર્પણ અને રૂ. ૫.૩૬ કરોડના ખર્ચે ગોત્રી તળાવ પાસે તૈયાર થયેલ નવીન બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.