જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ : બ્રિજ ધરાશાયી, અનેક રસ્તા બંધ
25, ઓગ્સ્ટ 2025 જમ્મુ   |   3168   |  

27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી,

જમ્મુ-કાશ્મીરમાં ફરી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. આજે સવાર સુધીમાં વિતેલા 24 કલાકમાં 190.4 મીમી વરસાદ સાથે ઓગસ્ટ મહિનામાં છેલ્લા 100 વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અગાઉ 5 ઓગસ્ટ, 1926માં સૌથી વધુ 228.6 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે 11 ઓગસ્ટ, 2022માં 189.6 મીમી વરસાદ વરસ્યો હતો.

જમ્મુ શહેરમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખરવાઈ ગયું છે. નદી-નાળા છલકાઈ જતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં પૂરના કારણે ઘરોમાં પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. જ્યારે અનેક વાહનો પૂરના પાણીમાં તણાયા છે.

હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં 27 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમુક વિસ્તારોમાં આભ ફાટવાની, પૂર અને ભુસ્ખલન થવાની પણ આગાહી કરી છે. સ્થાનિક વહીવટી તંત્રે જળાશયો તેમજ ભૂસ્ખલન સંભવિત વિસ્તારોથી દૂર રહેવા એડવાઈઝરી જાહેર કરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution