મુંબઇ

વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન અલીબાગના એક રિસોર્ટમાં એકદમ પ્રાઈવેટ રાખવામાં આવ્યા હતા. અંદરથી તસવીરો અને વીડિયો વાયરલ ન થાય તે માટે મહેમાનો પાસેથી તેમના મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યા હતા. તેમજ રિસોર્ટની ચારેબાજુ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. ફેન્સ શરુઆતથી જ બંનેના લગ્નની તસવીરો જોવા માટે આતુર હતા. જો કે, હવે વેડિંગ સેલિબ્રેશનથી લઈને પ્રી-વેડિંગ ફંક્શનની અંદરની તસવીરો ધીમે-ધીમે સામે આવી રહી છે. પહેલા લગ્ન, બાદમાં લગ્ન પછી થયેલી પાર્ટી, મહેંદી સેરેમની અને સંગીત સેરેમની બાદ હવે વરુણ-નતાશાની રોકા સેરેમનીની તસવીરો સામે આવી છે. 

એકબીજાના પ્રેમમાં ખોવાયેલા અને જીવનના નવા તબક્કાને માણવા માટે આતુર તેવા વરુણ-નતાશાના ચહેરા પરથી સેરેમની દરમિયાન સ્મિત હટી રહ્યું નહોતું. રોકા સેરેમનીમાં નતાશા સાડી અને રુબી-ડાયમંડનો નેકલેસ પહેર્યો હતો. જ્યારે વરુણે બ્લૂ શર્ટ અને બ્લેક બ્લેઝર પહેર્યું હતું, જે બાદમાં તેણે કાઢી નાખ્યું હતું.