/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

બંધારણીય વાણી સ્વાતંત્રતા ઉપર તરાપ મારતા ગેઝેટની હોળી

વડોદરા : વકીલ દ્વારા કોઈ પણ બાર કાઉન્સિલ, સુપ્રિમકોર્ટ, જસ્ટીસ સામે અપમાનજનક ટીપ્પણી કરે તો તેની સનદ રદ કરવા માટે તાજેતરમાં જાહેર કરાયેલા ગેઝેટ તેમજ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર મુક્ત કરી દેવાના નિર્ણયના વિરોધમાં આજે વડોદરા વકીલ મંડળ દ્વારા નવી કોર્ટની બહાર ઉગ્ર દેખાવ કરી ગેઝેટની હોળી કરી કરી હતી.

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એવો ગેઝેટ પ્રસિધ્ધ કરાયો છે કે જે કોઈ વકીલ ઈન્ડિયન કે રાજ્યના કોઈ પણ બાર કાઉન્સિલ સામે તેમજ સુપ્રિમકોર્ટ, હાઈકોર્ટના જસ્ટીસ કે તેમના તાબા હેઠળના ડીસ્ટ્રીક્ટ તાલુકા લેવલના જસ્ટી સામે અપમાનજનક ટીપ્પણી કરે અને આ ટીપ્પણી માધ્યમોમાં પ્રસારિત કરે તેવા વકીલ સામે સનદ થશે. આ ગેઝેટ વકીલોને નુકશાનકર્તા હોઈ તેના વિરોધમાં વડોદરા વકીલ મંડળ દ્વારા આજે જુનાપાદરારોડ પર નવી કોર્ટ બહાર આ ગેઝેટની હોળી કરી હતી. આ અંગે વડોદરા વકીલ મંડળના પ્રમખ હસમુખ ભટ્ટ તેમજ ટ્રેઝરર નેહલ સુતરિયાએ જણાવ્યું હતું કે રાજ્યના ગૃહખાતા દ્વારા સાત વર્ષ સુધીની સજાવાળા તમામ કેસોમા પોલીસ સ્ટેશનોમાં જામીન આપી છોડી દેવાનો જે નિર્ણય કર્યો છે તેનાથી પોલીસમાં ભ્રષ્ટ્રાચારનું પ્રમાણ વધી ગયુ છે અને વકીલોને સીધુ નુકશાન થઈ રહ્યું છે. આ ઉપરાંત હાલમાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા વર્ષમાં ચાર લોક અદાલત રાખીને વકીલોની ગેરહાજરીમાં પણ કેસોનો નિકાલ કરવામાં આવે છે જેનાથી પણ વકીલોને મોટુ નુકશાન થઈ રહ્યું છે. આ બંને પધ્ધતી બંધ કરવા માટે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીને માહિતગાર કરે અને આ ગેઝેટ પસાર થઈ ગયા બાદ જે તેની સામે વાંધાસુચનો માંગ્યા છે તે ડ્યુ પ્રોસેસ ઓફ લો પ્રમાણે ડીફેક્ટીવ ગણાય જેથી આ ગેઝેટ તાકીદે પરત ખેંચવા માટે પણ વકીલોની માગણી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution