અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં ઇકો કારના સાયલન્સરની ચોરી કરતી ગેંગ કારના સાયલન્સર ચોરી લીધા હતા.મેઘરજના રાંજેડીના યુવકે હિંમતનગરના એક શખ્શ સાથે મળી ઇકો કારના સાયલન્સરમાંથી મળતી કિંમતી ધાતુની ચોરી કરવા અલગ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીસ અપનાવી ૨૨ ઇકો કારના સાયલેન્સરમાંથી કિંમતી ધાતુ કાઢી લીધું હતું. જેમાં રાંજેડીનો યુવક ઇકો કાર માલિકને અંબુજા કંપનીમાં ઉંચા ભાડે કાર ભાડે જોઈએ છે તેવું જણાવી કાર માલિકને હિંમતનગર એક શખ્શ પાસે લઇ જઈ કાર કંપનીમાં બતાવવા જવાનું જણાવી કાર માલિકને હિંમતનગર બાયપાસ ટોલનાકાની નજીક આવેલ ઓફિસે ઉભો રાખી ઇકો કારને લઇ જઈ સાયલન્સરમાંથી કિંમતી ધાતુ કાઢી લઈ ર માલિકને પરત કરી કાર માલિકને ૫૦૦ રૂપિયા ઇંધણના આપી રવાના કરી દેતા હતા.અઢી મહિના અગાઉ આ બંને શખ્શનો ભોગ બનેલા પંચાલ ગામના ઇકો કાર માલિક બિપીન ભગોરાએ કારના સાયલન્સરનો અવાજ બદલાતા ગેરેજમાં બતાવતા સાયલન્સરમાથી મેટાલિક કન્વર્ટર કાઢી લીધું હોવાની જાણ થતા મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.અરવલ્લી એલસીબી પોલીસે સાયલન્સરમાંથી ધાતુની ચોરી કરતા ૨ ચોરને ઝડપી પાડયા હતા.  એલસીબી પીઆઈ આર. કે. પરમાર અને તેમની ટીમે મેઘરજના રાંજેડી ગામના સચિન બામણા અને હિંમતનગરના તાહીરહુસેન દીવાનને ઝડપી લઈ અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગરમાંથી ૨૨ કાર માલિકોને કાર કંપનીમાં ભાડે આપવાના બહાને સાયલન્સરમાંથી કિંમતી ધાતુ કાઢી લીધું હોવાનો પર્દાફાશ કર્યો હતો. મેઘરજનો રાંજેડી ગામનો સચિન બામણા મેઘરજ સહીત અન્ય વિસ્તારોમાં કાર માલિકો સાથે સંબંધ બનાવી ખાનગી કંપનીમાં મહિને ૪૦ હજાર ભાડું અપાવવાનો વિશ્વાસ અપાવી સાયલન્સરમાંથી કિંમતી ધાતુ કાઢી લઈ માલિકને કાર કંપનીને પસંદન હોવાથી આવતા મહિનાથી ભાડે બાંધવામાં આવશે તેમ જણાવી ૫૦૦ રૂપિયા આપી દેતો હતો.