વલસાડ-

વલસાડ જિલ્લાના સોનવાડા ગામમાં એક શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જાેકે શેરડીના ખેતરમાં શેરડી કાપતી વખતે મજૂરોને ખેતરમાં માનવ કંકાલ દેખાતા જ મજૂરોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ વલસાડ જિલ્લા પોલીસ ના ઊચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો .અને માનવ કંકાલ કોનું છે? તે અંગે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી. મહત્વપૂર્ણ છે કે સોનવાડા ગામના પહાડ ફળિયા નજીક આવેલા એક શેરડીના ખેતરમાં મજૂરો શેરડી કાપવાનું કામ કરી રહ્યા હતા ત્યારે સુમનભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં શેરડી કાપવા ની કામગીરી વખતે શેરડી કાપતા મજુરોને ખેતર માંથી એક માનવ કંકાલ મળી આવ્યું હતું.

ખેતરમાં હાડપિંજ જાેતાં જ શેરડી કાપતા મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ ખેતર માલિક અને ડુંગરી પોલીસને કરતા ડુંગરી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતા જાેતા વલસાડ જિલ્લા પોલીસવડા એ પણ સ્થળ પર પહોંચી હતા. અને તપાસ હાથ ધરી હતી.આ ઘટનામાં માનવ કંકાલ ની નજીકથી એક બળેલી હાલતમાં જિન્સ પેન્ટ પણ મળી આવ્યું હતું .જાેકે શેરડી કાપતી પહેલા શેરડી માં આગ લાગવાથી આ હાડપિંજર ની સાથે રહેલા જીન્સનું પેન્ટ પણ અડધું બળી ગયું હતું.

આથી પોલીસે આ ખેતરમાંથી મળેલા માનવ કંકાલ અને સ્થળ પર થી મળેલા અન્ય અવશેષ સહિતના સબુતો એકઠા કરી અને પોતાના કબજામાં લીધી હતી. જાેકે આ ખેતરમાંથી માત્ર માનવ કંકાલ જ છીન ભીન અવસ્થામાં મળી આવ્યું હતું આથી આ કંકાલ કોનું છે ? મૃતકની ઓળખ શું છે ?અને તેના મોતનું કારણ શું છે? તે તમામ સવાલો અત્યારે ઉભા થઇ રહ્યા છે. પરંતુ શેરડીના ખેતરમા કંકાલ જે રીતે મળી આવ્યું તે જાેતાં હત્યા થઈ હોવાનુ આશંકા પ્રબળ બની રહી છે. ત્યારે પોલીસ આ તમામ સવાલોના જવાબ મેળવવા અને કંકાલ કોનું છે? તેની ઓળખ મેળવવા સહિત પોલીસે તમામ દિશામાં તપાસ તેજ કરી છે.