વડોદરા, તા.૧૮

શહેરમાં પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળાની દહેશત વચ્તે આંખોના રોગ કન્ઝક્ટીવાઈટીસ રોગે માથું ઊંચક્યું છે. જે વ્ય્કિતના શરીરના મહત્વના ગણાતા અંગ આંખો ઉપર એટેક કરે છે. આ રોગનું ખુબ જ હાઈલી અને ઝડપથી ઈન્ફેક્શન ફેલાતો રોગ બિમારી છે. બિમારીનું ઈન્ફેક્શન ઝડપથી ફેલાતા એક અંદાજ મુજબ સયાજી હોસ્પિટલમાં આંખના વિભાગમાં છેલ્લા એક અઠવાડીયામાં ૧૫૦થી વધુ દર્દીઓ ઓ.પી.ડી. દરમિયાન નોંધાયા છે. સયાજી હોસ્પિટલના આંખ વિભાગના એસોસીયેટ પ્રોફેસર તબિબ ડો.શ્રૃતિબેને જૂનેની તથા એચ.ઓ.ી. ડો.ગણદીપકરના જણાવ્યા અનુસાર આ પ્રકાર આંખની બિમારી એ ત્રણ ચાર વર્ષ પછી આવી છે. જેને કન્ઝક્ટીવાઈટીસ બિમારી તરીકે ઓળખાય છે. સામાન્ય ભાષામાં આંખો આવતી કહેવાય. તબિબોએ આ બિમારી સંદર્ભે વધુમાં ઉમેર્યું હતું કે, ઘરના એક સભ્યને આ બિમારી લાગુ પડતી હોય તો તેનું ઈન્ફેક્શન અન્ય ઘરના સભ્યોને ઝડપથી લાગુ પડે છે. જેથી જે સભ્યને આંખો આવી હોય તેવી વ્યક્તિએ ઘરમાં ગોગલ્સ પહેલી રાખવા જાેઈએ. જેથી અન્ય વ્યક્તિને તેનું ઈન્ફેક્શન ન લાગે. તદઉપરાંત આ પ્રકારની આંખોની તકલીફ ધરાવતી વ્યક્તિએ આંખોના તબિબને વતાવી યોગ્ય સારવાર કરાવવી જાેઈએ.

આંખની બિમારી કન્ઝક્ટીવાઈટીસના લક્ષણો તથા થવાના કારણો

વડોદરા શહેરમાં વકરી રહેલા આંખોના કન્ઝક્ટીવાઈટીસ બિમારી ના લક્ષણો તથા તે થવાના કારણો આંખના નિષ્ણાંત તબિબે જણાવતા ઉમેર્યું છે કે, લક્ષ્ણોમાં આંખ લાલ થવી, આંખોમાં ખંજવાળ આવવી, આંખોમાંથી સતત પાણી પડવું, આંખોમાં દુઃખાવો થવો, આંખો ચોંટી જવી, ઘણી વખત આંખમાંથી પરું પણ નિકળી શકે વગેરે લક્ષણો જાેવા મળે છે. જ્યારે કન્ઝક્ટીવાઈટીસ થવાના કારણો ઃ વાઈરલ અને બેક્ટેરીયા, છીંક-ખાંસી, ગળામાં ચેપ લાગે, સીધા સંપર્ક દ્વારા પાલતું પ્રાણીના ખોડાથી, ધૂળ-રજકણ કચરાથી, ફૂલ-ફળ પરાગરાજથી.

• એ.વી.ડો. શ્રૃતિબેન જૂનેના,

એસએસજી,આંખના નિષ્ણાંત

સંક્રમિત થયેલ દર્દીએ શું કરવું...?

સંક્રમિત વ્યક્તિએ ચશ્મા પહેરવા, આંંખમાંથી નિકળતા પાણી ગાલ પર આવે ત્યારે ટીસ્યુ પેપરથી સાફ કરવું. ચેપી વ્યક્તિનો રૂમાલ અલગ રાખવો. સંક્રમિત વ્યક્તિએ વારંવાર હાથ ધોવા, તબિબ સલાહ મુજબ સારવાર કરાવવી.

સંક્રમિત થયેલ દર્દીએ શું ન કરવું...?

હાથ આંખને અડાડવો નહીં કે આંખને ચોળવી નહીં. સંક્રમિત વ્યક્તિ સાથે હાથ મિલાવવાનું ટાળવું, સંક્રમિત વ્યક્તિએ ઉપયોગ કરેલ વસ્તુનો ઉપયોગ ટાળવો. ડોક્ટરની સલાહ વગર મેડીકલ સ્ટોરમાંથી સીધી દવા લેવી નહીં. જાે તે એન્ટીબાયોીક કે સ્ટીરોઈડના ટીપ આંખમાં નાંખવા નહીં.