છોટા ઉદેપુર-

પતિ અને પત્ની વચ્ચે ઘર કે કુટુંબની બાબતે ઘણીવાર મતભેદો ઊભા થતાં હોય છે કે ક્યારેક ઝઘડા પણ થતાં હોય છે, પરંતુ ક્યારેક વાત વણસી જતાં તેના ખૂબ માઠા પરીણામો જોવા મળતા હોય છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામે આવો જ એક અણબનાવ બનતાં તેનો કરૂણ અંજામ આવ્યો હતો. અહીં રહેતા વિજય શાંતિલાલ રાઠવા કાઠીયાવાડ મજુરીકામ માટે ગયા હતા. જો કે ત્યાં ગયા બાદ તેમની પત્ની રિસાઇને તેમના પિયર નસવાડી ખાતે પરત જતા રહ્યા હતા. જ્યારે તેમની પત્ની થોડા સમય બાદ રિસાઇને પિયર નસવાડી તાલુકાના છકતર ઉમરા ખાતે જતી રહી હતી. આ પરીવારને બે સંતાનો છે જેમાં એક પુત્રી અને પુત્ર છે.

આ અણબનાવ પછી તેમની પત્ની પિયર ચાલી ગઈ હોવાથી ભારે તણાવમાં રહેતા વિજયભાઈ તેમની પત્નીને તેડવા ગયા હતા. તેમની પત્ની જો કે કોઇ પ્રકારે માનવા માટે તૈયાર નહોતી. આટલું ઓછું હોય તેમ તેમની પત્નીએ વિજયભાઇને માર પણ માર્યો હતો. જેથી ખુબ જ લાગી આવતા વિજયભાઇએ પરત આવીને વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તેમણે પોતાની વ્યથા વર્ણવી હતી. જો પોતે આત્મહત્યા કરે તો તેમના માટે સંપુર્ણ પણે તેમની પત્ની જ જવાબદાર છે તેવું જણાવ્યું હતું. પોતે બનાવેલા વિડિયોમાં તેમણે કહ્યું હતું કે, મારી પત્નીના ત્રાસથી હું આત્મહત્યા કરવા જઇ રહ્યો છું.

તેમણે પોતાની આત્મહત્યા માટે પોતાની પત્નીને જવાબદાર ગણાવી હતી અને તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. હાલ તેમની આત્મહત્યા પહેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીજયભાઇના પિતા શાંતિલાલ રણછોડભાઇ રાઠવાએ નસવાડી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બનાવની ગંભીરતા જોતાં નસવાડી પોલીસે ઘટનાસ્થળે જઈને આ બાબતે વધારે તપાસ હાથ ધરી હતી.