વડોદરા : વડોદરા શહેર નજીક આવેલ કરચિયા ગામ પાસેની આમ્રપાલી સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય વકીલ યુવાને ઘરકંકાસમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. યુવાને અંતિમચિઠ્ઠીમાં લખ્યું છે કે મારા સાસુ-સસરા અને મારી પત્નીના ત્રાસને કારણે મારે આપઘાત કરવા સિવાય બીજાે કોઈ વિકલ્પ જ રહ્યો ન હતો. હું આપઘાત કરી રહ્યો છું તે આપઘાત નથી, પણ હત્યા છે. મને મરવા માટે મજબૂર કરનાર મારી પત્ની અને તેણીના માતા-પિતાને સજા થાય તેવી હૃદયવેદના સાથે ચિઠ્ઠી લખી ન્યાય માટેની ગુહાર લગાવી હતી.

આ ચકચારી આપઘાતના બનાવની વિગત અનુસાર બાજવા-કરચિયા રોડ પર આવેલ આમ્રપાલી સોસાયટીમાં હસમુખભાઈ દરજી તેની પત્ની અને બે મોટા પુત્રોના પરિવાર સાથે રહે છે. નાનો પુત્ર સાઉથ આફ્રિકામાં સ્થાયી થયો છે, જ્યારે મોટો પુત્ર શિરીષ દરજી (ઉં.વ.૩૧) વકીલનો અભ્યાસ કર્યા બાદ ખાનગી કંપનીમાં સેલ્સ વિભાગમાં નોકરી કરતો હતો. પુત્ર શિરીષ દરજીએ મોનિકા નામની યુવતી સાથે આઠ વર્ષ અગાઉ પ્રેમસંબંધ હોઈ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી બંને પરિવારોની સંમતિથી પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન પ્રેમના ફળસ્વરૂપે પત્ની મોનિકા ગર્ભવતી બની હતી અને ડિલિવરી માટે પિયર પિતાના ઘરે ગઈ હતી, જ્યાં નવજાત બાળકને જન્મ આપ્યો હતો. બીજી તરફ પત્ની અને સાસુ-સસરાના અસહ્ય ત્રાસથી પુત્રના જન્મની ખુશી દરજી પરિવારમાં શોકની લાગણીમાં પરિણમી હતી. પત્નીએ પતિ શિરીષ દરજીને પુત્રનું મોઢું પણ ન બતાવતાં આવેશમાં આવી જઈને આપઘાત કરતાં પૂર્વે હૃદયવેદના ઠાલવતી ચિઠ્ઠી લખ્યા બાદ શિરીષ દરજીએ ઘરના રૂમનો દરવાજાે બંધ કરીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવની જાણ જવાહરનગર પોલીસ મથકને કરવામાં આવતાં પીએસઆઈ ધર્મરાજ લિંબોલા બનાવના સ્થળે સ્ટાફ સાથે આવી પહોંચ્યા હતા, જ્યાં કાયદેસરની તપાસ કરતાં શિરીષ દરજીએ બે પાનાની લખેલી સુસાઈડ નોટ પોલીસને મળી આવી હતી જે કબજે કરી હતી. ત્યાર બાદ તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પત્ની અને તેના માતા-પિતાને સજા થાય તેવી વ્યથા ઠાલવી

વડોદરા. ગઈકાલે બપોરના સમયે પત્નીના અસહ્ય ત્રાસથી પોકારી ઊઠી આત્મહત્યા કરનાર શિરીષ દરજીએ લખેલી બે પાનાની સુસાઈડ નોટ શબ્દશઃ આ મુજબ છે. હું કરું, મને સમજાતું નથી, હું મારી હાર પહેલાં જ માની ચૂકયો છું, ને જતો રહ્યો હતો. પણ મેં મારા મમ્મી અને ભાઈના માટે વિચારી પાછો આવી ગયો હતો. મારા આવ્યા બાદ પણ મારી પત્ની મોનિકા દ્વારા મને સતત ટોર્ચર કરવાનું બંધ કરવામાં આવ્યું ન હતું અને સાસુ-સસરા દ્વારા પણ તેણીને સમજાવવામાં ન આવી. મેં મારા દ્વારા બનતા પ્રયાસ કર્યા કે મારા દ્વારા મારી પત્ની અને તેના માતા-પિતા માની જાય ને આ સમસ્યાનો ઉકેલ આવી જાય... પણ આખરે મારા સાસુ-સસરા અને પત્નીના ત્રાસ બાદ મારે માટે આત્મહત્યા કર્યા સિવાય કોઈ ઓપ્શન બાકી રહેતો નથી. બસ હું આત્મહત્યા કરી રહ્યો છું, તે આત્મહત્યા નથી, પણ હત્યા છે. મારા પરિવાર અને પોલીસને જાણ થાય, મારા મર્યા બાદ મને મરવા માટે મજબૂર કરનાર મારી પત્ની અને તેણીના માતા-પિતાને સજા થાય તેવી મારી આશા છે. મારી પત્નીનું પૂરું નામ મોનિકા દરજી છે અને તેના પિતાનું નામ .... અને માતાનું નામ ગીતાબેન કૈલાસનાથ જેશવાલ અને ભાઈ દ્વારા પણ તેનો પૂરતો સાથ આપવામાં આવ્યો હતો. મને પણ જાણ છે કે આત્મહત્યા એ કાયરતાનું પ્રતીક છે પણ મારી જગ્યાએ પોતાને મૂકીને જાેવો તો કદાચ આત્મહત્યા પર મજબૂર કરનાર વધારે ગુનેગાર દેખાશે. મને લાગે છે કે કદાચ મારી પત્ની અને તેના ઘરવાળા મારા મોતની રાહ જાેવે છે. હું તેમની ઈચ્છા પૂરી કરવા નથી માગતો, માટે મને હેરાન-પરેશાન અને માનસિક ત્રાસ આપી મારી જીવ લેવા બેઠા છે. બસ, આખરમાં મારા મર્યા બાદ મારી હત્યા કરનારને સજા મળવી જાેઈએ. મને ત્રાસ આપે છે કે નહીં, મારા વોટ્‌સએપના મેસેજમાંથી ખબર પડી જશે. લિ. શિરીષ એચ.દરજી.