/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

હું ભાજપ માંથી મુખ્યંમંત્રી પદનો ઉમેદવાર નથી: રંજન ગોગોઇ

દિલ્હી-

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનું નામ ભાજપમાંથી આસામના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ચર્ચામાં હતું. પણ આ વિષય પર પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મોટી સ્પષ્ટતા કરી છે. રવિવારે આવી કેટલીક અટકળો સામે આવી હતી. જે ફગાવી દેતા તેમણે ખુલાસો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આસામ રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે.

રાજ્યસભા સભ્ય રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, હું એક રાજનેતા નથી અને મારી એવી કોઈ મહત્ત્વાકાંક્ષા કે ઈચ્છા નથી. આવી કોઈ સંભાવના અંગે પણ કોઈએ ઉલ્લેખ કર્યો નથી. આ સાથે રંજન ગોગોઈએ ચોખવટ કરી છે કે, આ વર્ષની શરૂઆતમાં રાજ્યસભાના સભ્ય માટે એમની સ્વીકૃતિ રાજનીતિની દિશામાં કોઈ ડગલાં સમાન નથી. દુર્ભાગ્યપૂર્ણ છે કે, લોકો રાજ્યસભાના એક સભ્ય તથા સદન માટે પસંદ કરવામાં આવેલા કોઈ વ્યક્તિ તેમજ રાજકીય ઉમેદવાર વચ્ચેનો તફાવત કે અંતર નથી સમજતા. હું સમજી વિચારીને રાજ્યસભા સભ્ય બન્યો કારણ કે, મારે મારી સ્વતંત્રતાને યથાવત રાખવા મારા હિતમાં કેટલાક મુદ્દાઓ પર વિચારને વહેતા કરવા એ તક આપે છે. તો આ શું મને એક રાજનેતા બનાવે છે? તા. 22 ઓગસ્ટના રોજ આસામના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા તરૂણ ગોગોઈએ કહ્યું હતું કે, આગામી વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં રંજન ગોગોઈ ભાજમાંથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બની શકે છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution