લખનઉ-

ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ મોટું એલાન કર્યું છે. માયાવતીની પાર્ટી BSPએ હવે મુખ્તાર અંસારીથી અંતર વધારવાનો નિર્ણય લીધો છે. BSPએ ઉત્તરપ્રદેશની મઉ બેઠક પરથી ભીમ રાજભરને ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે. BSPના અધ્યક્ષ માયાવાતીએ તાજેતરમાં જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, BSPનો આગામી ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં પ્રયાસ હશે કે, કોઈ બાહુબલી તેમજ માફિયાને ટિકિટ ન આપવામાં આવે. તેમનું આ નિવેદન પાર્ટી સાથે જોડાયેલા અને માફિયા તરીકેની છાપ ધરાવતા મુખ્તાર અંસારીને ટાંકીને કરાયું હતું. જોકે, માયાવતીના આ નિવેદન બાદ આજમગઢની મઉ વિધાનસભા બેઠક પર મુખ્તાર અંસારીના સ્થાને BSPના ઉત્તરપ્રદેશના અધ્યક્ષ ભીમ રાજભરને ટિકિટ આપવાનો નિર્ણય લેવાયો હતો. બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ તાજેતરમાં જ એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, BSPનો આગામી ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં પ્રયાસ હશે કે, કોઈ બાહુબલી તેમજ માફિયાને ટિકિટ ન આપવામાં આવે.