દિલ્હી-

કર્ણાટકના બેંગલુરૂમાં કોમી એકતા જાળવવા એક મુસ્લિમ ઉદ્યોપતિએ હનુમાનજીના મંદિરના નિર્માણ માટે એવું કામ કર્યું છે તેની ચારેય તરફ પ્રશંસા થઇ રહીં છે. એટલું જ નહીં મંદિરમાં પણ ઉદ્યોગપતિના પોસ્ટર પણ લગાવ્યાં છે.

બેંગલુરૂના કડુગોડમાં રહેતા એચએમજી બાશા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વાલગેરેપુરા વિસ્તારમાં હાઇવે નજીક હનુમાનજીનું મંદિર આવેલું છે. તેને અડીને તેમની પાસે ત્રણ એકર જમીન હતી. મંદિર ટ્રસ્ટ ઘણા સમયથી મંદિરને મોટું કરવાની યોજના બનાવી રહ્યાં હતા પરંતુ ફંડના અભાવને લઇને તેઓ ઘણીવાર આ યોજનાને પડતી મુકી.

મંદિરમાં શ્રદ્ધાળુઓ વેઠી રહેલી મુશ્કેલીને જાેતા બાશાએ પોતાની જમીન મંદિરને દાન કરી દીધી. મંદિર ટ્રસ્ટે બાશા પાસેથી લગભગ એક હજાર સ્ક્વેર ફીટ જમીનની માંગ કરી હતી, પરંતુ તેમણે ૧૬૦૦ સ્ક્વેર ફીટ જમીન દાનમાં આપી દીધી. જમીન હાઇવેને અડીને આવી હતી જેને કારણે તેની કિંમત ૮૦ લાખ હતી. બાશાની દરિયાદિલી દોઇ સોશિયલ મીડિયામાં તેની પ્રશંસા થઇ રહીં છે. એટલું જ નહીં મંદિરમાં પણ તેમના પોસ્ટર લાગ્યાં છે.

જમીન દાન કરનાર એમએમજી બાશા કહે છે મે કેટલીયવાર મંદિરમાં મહિલાઓને પરિક્રમમાં કરતી વખતે મુશ્કેલી વેઠતા જઇ છે. મંદિરના ટ્રસ્ટે જ્યારે મંદિરને મોટું કરવાની યોજના બનાવી ત્યારે મે મારી જમીનનો એક નાનોટ હિસ્સો દાન કરવાનો ર્નિણય કર્યો જેથી લોકોને પુજા કરવામાં કોઇ મુશ્કેલી વેઠવી ના પડે.