વાંસદા. તા.૨ 

વાંસદા તાલુકાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ ગામમાં ખાતે હમણાં સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયા નહોતો ત્યા ઉનાઈ ગામમાં આજરોજ કોરોનાનો ૬૮વર્ષીય વૃધ્ધ કોરોના પોઝીટીવ આવતા વહીવટીતંત્રમા દોડધામ મચી જવા પામી હતી તો સમગ્ર વિસ્તારને કોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ હતી છે.

    વાંસદાના ઉનાઈ ગામે કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયો જે ઉનાઈ ગામના સ્ટેશન વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય વૃધ્ધ કે જેમનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો .જેમાંં એમની ટ્રાવેલ હિસ્ટ્રી ઉનાઈના ૬૮ વર્ષીય વૃધ્ધ થોડા દિવસો પહેલા શનિવારે ૨૭જૂને અમરોલી સુરત ખાતે બેસણામાં ગયા હતા ત્યારબાદ તેમને શરદી ખાંસી તાવ.ની અસર દેખાતા તેઓ વાંસદાની કોટેજ હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયા હતા ત્યાર બાદ ગુરુવારે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો કોરોના રિપોર્ટ પોઝિટિવ અવતાની સાથે આરોગ્ય વિભાગ તથા પોલીસ તંત્ર કાફલો ઉનાઈ ખાતે દોડી આવ્યો હતો ત્યારે બાદ આરોગ્ય વિભાગ દ્વારા તેમને ૧૦૮ અંબ્યુલન્સ દ્વારા વધુ સારવાર અર્થે નવસારી યસફિન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. આ વૃધ્ધનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો ત્યારે તેના સીધા સંપર્કમાં આવેલ તેના પરિવારના સભ્યો હોમકોરોન્ટાઈ થતા આજુબાજુના વિસ્તારને કન્ટેનમેન્ટ કરવાની તંત્ર દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી ખભાલિયા પંચાયત દ્વારા ગામને સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમજ તેમના ઘરના આજુબાજુના વિસ્તારને કન્ટેનમેન્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ક્વોરેન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.