દિલ્હી-

ભારતીય નૌસેનામાં યુધ્ધ જહાજ તરીકે 30 વર્ષ સુધી ફરજ બજાવનાર આઇએનએસ વિરાટ સપ્ટેમ્બરમાં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ પર પહોંચશે. જયાં આ યુધ્ધ જહાજનું ડિમોલીશન કરવામાં આવશે.

આ યુધ્ધ જહાજને 2017માં ફરજમાંથી નિવૃત કરવામાં આવ્યુ હતું.સ જે પછી કેન્દ્ર સરકારે તેન સ્ક્રેપ કરવાનો નિર્ણય લેતા તેને ગુજરાતમાં આવેલી શ્રીરામ શિપીંગમાં લાવવામાં આવ્યુ હતુ. અગાઉ અનેક રાજય સરકારે તેને ખરીદી મ્યુઝીયમમાં પરિવર્તીત કરવાની દરખાસ્ત મુકી હતી. પરંતુ વાત આગળ વધી ન હતી. આ યુધ્ધ જહાજને ઇ-ઓકશનમાંથી 26 કરોડના ખર્ચે ખરીદવામાં આવ્યુ હતુ.