દિલ્હી-

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શુક્રવારે પોતાના એક નિવેદનમાં સ્પષ્ટ કરી દીધું હતું કે રાજધાની દિલ્હીમાં કોરોનાની હાલમાં જે લહેર ચાલી રહી છે, તે અગાઉની લહેર કરતાં વધુ ગંભીર નથી, માટે રાજધાનીમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન નહીં લગાવવામાં આવે. સીએમ કેજરીવાલે કહ્યું હતું કે અમે સ્થિતિની સમીક્ષા કરીશું અને જરૂર પડી તો ચર્ચા વિચારણા કર્યા પછી જ કોઈ ર્નિણય લઈશું.

કેજરીવાલે કહ્યું હતું કે કોરોનાના વધતાં કેસોને લઈને દિલ્હીની આપ સરકાર સતર્ક છે, અને સંક્રમણને રોકવા માટે અને નિયંત્રિત કરવા માટેના દરેક પગલા ઉપાડી રહી છે, મહત્વનું છે કે રાજધાનીમાં કેસો વધતાં સીએમ કેજરીવાલે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની સાથે આરોગ્ય મંત્રી સત્યેંદ્ર જૈન પણ સામેલ થયા હતા.

સીએમ કેજરીવાલે કહ્યું હતું કે હાલમાં લગભગ ત્રણ મહિનાથી રસીકરણ ચાલી રહ્યું છે અને અત્યાર બધી જ હોસ્પિટલોમાં અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર રસી આપવાણી છૂટ મળી જવી જાેઈએ, તેમણે કહ્યું હતું કે હવે સાઈડ ઇફેક્ટ ઓછા થઈ રહ્યા છે.

સીએમ કેજરીવાલે કહ્યું હતું કે લોકડાઉનની કોઈ જ યોજના નથી, પણ રાજધાનીમાં વધેલા દર્દીઓની સંખ્યાને જાેતાં હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ, ઑક્સીજન, વેન્ટિલેટર વગેરેની સંખ્યા વધારવાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, અને લોકોને અપીલ છે કે તેઓ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને રસી લગાવડાવે.